ગુજરાત: GCMMFનાં ચેરમેન પદે શામળ પટેલ, વાઇસ ચેરમેન પદે વાલજી હુંબલ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી આણંદ ખાતે યોજાઇ હતી. જેમાં અમુલ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનાં ચેરમેન પદે સાબર ડેરીનાં ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન પદે કચ્છ સરહદ ડેરીનાં ચેરમેન વાલમજીભાઈ હુંબલની વરણી કરવામાં આવી છે. અમૂલ સહિત રાજયની 18 ડેરીની દૂધનું પ્રોડકટનું માર્કેટીંગ કરતાં ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી
 
ગુજરાત: GCMMFનાં ચેરમેન પદે શામળ પટેલ, વાઇસ ચેરમેન પદે વાલજી હુંબલ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી આણંદ ખાતે યોજાઇ હતી. જેમાં અમુલ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનાં ચેરમેન પદે સાબર ડેરીનાં ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન પદે કચ્છ સરહદ ડેરીનાં ચેરમેન વાલમજીભાઈ હુંબલની વરણી કરવામાં આવી છે. અમૂલ સહિત રાજયની 18 ડેરીની દૂધનું પ્રોડકટનું માર્કેટીંગ કરતાં ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી આજે ગુરૂવાર બપોરે ફેડરેશનની ઓફિસ આણંદ ખાતે યોજાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આણંદ ખાતે આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. જીએમએમએફ સાથે જોડાયેલી 18 મંડળીમાંથી 17 મંડળીના ચેરમેન ભાજપ સમર્પિત છે. જેથી ગુરૂવાર બપોરે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે જેનું નામ મેન્ડેડમાં આવશે. તેની સર્વાનુમતે વરણી કરવામાં આવશે. આ માટે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઇશ્વરભાઇ પટેલની નિયુકિત કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, શામળ પટેલ સાબર ડેરીના ચેરમેન અને વાલજી હુંબલ હાલ કચ્છની સરહદ ડેરીના ચેરમેન છે. 52 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ સૌથી મોટી સહકારી માર્કેટીંગ સંસ્થાના ચેરમેન પદ ઉપર શંકરભાઇ ચૌધરી, જેઠાભાઇ ભરવાડ અને રામસિંહ પરમાર નામ ચર્ચાઇ રહ્યાં હતા. પરંતુ ચેરમેન તરીકે શામળ પટેલની વરણી કરવામાં આવી છે.

કોણ છે શામળજી પટેલ ?

GCMMFના ચેરમેન પદે શામળજી પટેલની વરણી કરવામાં આવી છે જે સાબર ડેરીના ચેરમેન છે. આ ચૂંટણી બાદ ચેરમેન વાલમજીએ પ્રતિક્રિયા આપી છે કે, અધિકારીઓના સહયોગથી આગળ વધ્યુ. આ ફેડરેશનનો ખુબ વિકાસ થશે. તમામના સહકારથી ફેડરેશન આગળ વધશે.

કોણ છે વાલમજી હુંબલ ? 

વાલમજી હુંબલ કચ્છની સરહદ ડેરીના ચેરમેન છે. હુંબલ કચ્છના કુરિયન તરીકે ઓળખ ધરાવે છે. હુંબલ કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી છે. એપીએમસી અંજારના ચેરમેન છે. હુંબલ કચ્છમાં સહકારી ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે.