ગુજરાતઃ 1 કિલો પ્લાસ્ટિક કચરો આપો ઘરવપરાશની વસ્તુઓ લઇ જાઓ

અટલ સમાચાર, ડેસ્ક પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના અભિયાનને લઈ છોટાઉદેપુર નગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરા સામે નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરાયો છે. જેને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. લોકો પ્લાસ્ટિક આપીને તેના બદલામાં ડુંગળી, તેલ, દાળ-ચોખા જેવી વસ્તુઓ ઘરે લઈ જઈ
 
ગુજરાતઃ 1 કિલો પ્લાસ્ટિક કચરો આપો ઘરવપરાશની વસ્તુઓ લઇ જાઓ

અટલ સમાચાર, ડેસ્ક

પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના અભિયાનને લઈ છોટાઉદેપુર નગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરા સામે નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરાયો છે. જેને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. લોકો પ્લાસ્ટિક આપીને તેના બદલામાં ડુંગળી, તેલ, દાળ-ચોખા જેવી વસ્તુઓ ઘરે લઈ જઈ રહ્યાં છે.

મોદીએ પ્લાસ્ટિક મુક્ત ભારતનું સપનુ સેવ્યું છે. જેને સાકાર કરવા છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર નવતર પ્રયોગો કરવામાં આવે છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને પ્રાંત અધિકારી મયુર પરમારના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર નગરપાલિકાએ પ્લાસ્ટિકના કચરા સામે લોકોને જીવન જરૂરી વસ્તુની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદુષણ અટાવવાનનું શરૂ કર્યું છે. નગરપાલિકાના કેમ્પસમાં એક સ્ટોલ ઉભો કરવામાં આવ્યા છે, જ્યાં નગરના નાગરિકો પોતાના ઘર કે ઘરની આસપાસના સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાને ભેગો કરી આ સ્ટોલ ઉપર લાવે તો એક કિલો પ્લાસ્ટિકના કચરા સામે રોજિંદા જીવનમાં વપરાતી ચા, તેલ, ખાંડ,ચોખા, ડુંગળી વગેરે ચીજવસ્તુઓ બદલામાં આપવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ અભિગમનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર મુજલ મયાત્રાએ નગરના તમામ લોકોને સહભાગી બનવા અપીલ કરી છે, અને ભવિષ્યમાં આ અભિયાનને વેગવંતુ બનાવવા સંસ્થાકીય સ્વરૂપ આપવામાં આવશે તેમ જણાવ્યું છે. પ્રથમ દિવસે 50 કિલોથી વધુ પ્લાસ્ટિકનો કચરો એકઠો થઈ ચૂક્યો છે. આ અનોખો અભિગમનું સૂચન છોટાઉદેપુરનાં પ્રાંત અધિકારી મયુર પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું. અગાઉ પણ આ પ્રાંત અધિકારી દ્વારા ‘ફિલ ધ બોટલ’ નામનું અભિયાન ચલાવાયું હતું, જેમાં પાલિકા દ્વારા એકઠા કરાયેલ પ્લાસ્ટિકને સિમેન્ટ ફેકટરીમાં મોકલવામાં આવે છે.