ગુજરાત: સરકારે ખેડૂતોને 100 ટકા પાક વીમો આપવો જોઈએ: પાલ આંબલિયા

અટલ સમાચાર,ડેસ્ક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા આર્થિક સહાજ પેકેજની જાહેરાતને પગલે ખેડૂતો ગુજરાત સરકાર પાસેથી પણ રાહત પેકેજની માટે મીડ માંડી છે.ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આવી હતી જેમાં તેમણે કહ્યુ, ગુજરાતના તમામ ખેડૂતોના સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ. ખેત ધિરાણમાં 30 ટકાના વધારા સાથે ઓટો રિન્યુઅલ થવું જોઈએ. ખેડૂતોનું ખેત ધિરાણ
 
ગુજરાત: સરકારે ખેડૂતોને 100 ટકા પાક વીમો આપવો જોઈએ: પાલ આંબલિયા

અટલ સમાચાર,ડેસ્ક

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા આર્થિક સહાજ પેકેજની જાહેરાતને પગલે ખેડૂતો ગુજરાત સરકાર પાસેથી પણ રાહત પેકેજની માટે મીડ માંડી છે.ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આવી હતી જેમાં તેમણે કહ્યુ, ગુજરાતના તમામ ખેડૂતોના સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ. ખેત ધિરાણમાં 30 ટકાના વધારા સાથે ઓટો રિન્યુઅલ થવું જોઈએ. ખેડૂતોનું ખેત ધિરાણ સરકારે પોતે બેંકમાં જમા કરાવવું જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં ખેડૂતોએ આર્થિક મદદ માટે ગુજરાત સરકાર તરફ મીટ માંડી છે. આ સાલ ચોમાસાથી જ ખેડૂતોની માઠી બેઠી છે. લોકડાઉનમાં ખેડૂતોની આર્થિકોપાર્જન અટકી ગયુ છે. એટલે કેન્દ્રની રાહત બાદ ખેડૂતોએ રાજ્ય સરકારને મદદની ગુહાર લગાવી છે. ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આવી હતી જેમાં તેમણે કહ્યુ, ગુજરાતના તમામ ખેડૂતોના સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ. ખેત ધિરાણમાં 30 ટકાના વધારા સાથે ઓટો રિન્યુઅલ થવું જોઈએ. ખેડૂતોનું ખેત ધિરાણ સરકારે પોતે બેંકમાં જમા કરાવવું જોઈએ.

ગુજરાતની ખેતી લાયક જમીનમાં ખેડૂતોને એકર દીઠ 15 હજારનું પેકેજ આપો. શ્રમિકો, પશુપાલકોને માસિક 5 હજારના ત્રણ મહિનાનું ભથ્થુ આપવુ જોઈએ. ચાલુ વર્ષનો 100 ટકા પાક વીમો ખેડૂતોને સરકારે આપવો જોઈએ. કપાસની ખરીદીમાં કેન્દ્રો વધારીને કામગીરીની ઝડપ વધારવી જોઈએ. ખરીદીમાં ચાલતા લાગવગ, ભ્રષ્ટાચાર પર અંકુશ મુકવો જોઈએ.