ગુજરાત: રાજ્યસભા સાંસદ માટે હાર્દિક પટેલની ચર્ચા, સમર્થન વચ્ચે વિરોધ

અટલ સમાચાર, અમદાવાદ રાજ્યસભાની ચુંટણી માટે ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઇ ભારે અવઢવની સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસની બેઠકમાં રાજીવ સાતવે રાજ્યસભામાં હાર્દિક પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરવા ભલામણ કરી છે. પરંતુ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સી.જે.ચાવડા અને બળદેવજી ઠાકોરે હાર્દિક પટેલના નામનો વિરોધ કર્યો હોવાનું સામે આવતા રાજકીય આલમમાં ખળભળાટ
 
ગુજરાત: રાજ્યસભા સાંસદ માટે હાર્દિક પટેલની ચર્ચા, સમર્થન વચ્ચે વિરોધ

અટલ સમાચાર, અમદાવાદ

રાજ્યસભાની ચુંટણી માટે ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઇ ભારે અવઢવની સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસની બેઠકમાં રાજીવ સાતવે રાજ્યસભામાં હાર્દિક પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરવા ભલામણ કરી છે. પરંતુ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સી.જે.ચાવડા અને બળદેવજી ઠાકોરે હાર્દિક પટેલના નામનો વિરોધ કર્યો હોવાનું સામે આવતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યસભાની ચૂંટણી માટે પાટીદાર ધારાસભ્યોએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલનું નામ આપ્યું છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ હાર્દિક પટેલના નામની ભલામણ કરી છે. જો કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સી.જે.ચાવડા અને બળદેવજી ઠાકોરે હાર્દિક પટેલના નામનો વિરોધ કર્યો છે. નોંધનિય છે કે, હાર્દિક પટેલ છેલ્લા કેટલાક દિવસથી ગાયબ છે. આજે સુપ્રિમ કોર્ટે વસ્ત્રાપુર કેસમાં તેના જામીન ર૦ માર્ચ સુધી લંબાવ્યા છે.

ગુજરાત: રાજ્યસભા સાંસદ માટે હાર્દિક પટેલની ચર્ચા, સમર્થન વચ્ચે વિરોધ
File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તડામાર તૈયારી શરૂ કરી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રભારી સમક્ષ મધુસુદન મિસ્ત્રીને રિપીટ ન કરવા રજૂઆત કરી છે. કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોએ મધુસુદન મિસ્ત્રીનો વિરોધ કર્યો છે. જેથી આ મામલે પ્રભારીએ કોંગી ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરી. મોટાભાગના ધારાસભ્યોએ નવા અને યુવા ચહેરાને તક આપવાની માગ કરી છે.