ગુજરાત: GST કાયદાને ગુજરાતીમાં રૂપાંતર કરવા હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત હાઈકોર્ટ દ્વારા જીએસટીના કાનુન અને નિયમો જે હાલ અંગ્રેજીમાં છે તેનું ગુજરાતી તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં રૂપાંતર કરવા માટે આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપેલી એક સૂચનામાં આ કાનૂન ફકત ગુજરાતી નહી તમામ પ્રાદેશિક ભાષામાં રૂપાંતર થાય તે જોવા પણ જણાવ્યું છે.હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.પી.પારડીવાલાએ આદેશ આપતા નોંધ્યું હતું કે
 
ગુજરાત: GST કાયદાને ગુજરાતીમાં રૂપાંતર કરવા હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જીએસટીના કાનુન અને નિયમો જે હાલ અંગ્રેજીમાં છે તેનું ગુજરાતી તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં રૂપાંતર કરવા માટે આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપેલી એક સૂચનામાં આ કાનૂન ફકત ગુજરાતી નહી તમામ પ્રાદેશિક ભાષામાં રૂપાંતર થાય તે જોવા પણ જણાવ્યું છે.હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.પી.પારડીવાલાએ આદેશ આપતા નોંધ્યું હતું કે દેશમાં નવો કાયદો અમલમાં આવ્યો છે અને તે એક સર્વ સ્વીકાર્ય બને તે માટે સ્થાનિક ભાષામાં હોય તે જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સરકારે વેપારીઓ તથા ઉદ્યોગક્ષેત્રોને આ નવા કાનૂનથી વધુ સારા અને સુશિક્ષિત કરવા જરૂરી છે. સરકારે મોડેલ જીએસટી કાનૂન અંગ્રેજીમાં તૈયાર કર્યા છે. પણ દેશમાં તમામ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અંગ્રેજીથી તેટલા માહિતગાર ન હોય તે સ્વાભાવિક છે તેથી સરકારે તેનું પ્રાદેશિક ભાષામાં રૂપાંતર કરવું જોઈએ.

જીએસટી એ પરોક્ષ ટેક્સનો એક પ્રકાર છે, જે સર્વિસ ટેક્સ અથવા વેટ પરોક્ષ કર છે તેવો સરખું જ છે. તેનો હેતુ ભારતીય બજારને એકીકૃત કરવાનો છે અને સમગ્ર રાષ્ટ્ર માટે કર તરીકે કાર્ય કરશે. જીએસટી ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી તમામ માલસામાન અને સેવાઓની સપ્લાય પર લાગુ કરવામાં આવશે. તે દરેક તબક્કે ચૂકવેલા તમામ કરના ટેક્સ ક્રેડિટ માટે પ્રદાન કરશે, આથી દરેક તબક્કે મૂલ્ય વધારાને કરવેરા માટે એક સિસ્ટમ પ્રદાન કરશે. કોઈપણ માલ કે સેવાઓ મેળવવાના છેલ્લા તબક્કે ગ્રાહક તેના પહેલાં વેપારી દ્વારા કરવેરા ચૂકવવા માટે જવાબદાર રહેશે અને અગાઉ ચૂકવેલા અન્ય કર માટે સેટ બંધ કરી શકશે.