ગુજરાતઃ CM ભૂપેન્દ્ર પટેલ રાજકારણમાં કઇ રીતે આવ્યા તે તપાસનો વિષય છે- સી. આર. પાટીલ

અટલ સમાચાર, ડેસ્ક પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘આમ તો મુખ્યમંત્રી કઇ રીતે રાજકારણમાં આવી ગયા તે તપાસનો વિષય છે. ખરેખર ખૂબ ભોળા અને સહજ છે. અમારે તેમને ઘણીવાર અમારે ખભો પકડીને ચેતાવવા પડે કે, સાહેબ જરા જોજો, સામેવાળાથી ચેતવા જેવું છે. પરંતુ તેઓ એવું જ કહે છે કે, તેમની પર
 
ગુજરાતઃ CM ભૂપેન્દ્ર પટેલ રાજકારણમાં કઇ રીતે આવ્યા તે તપાસનો વિષય છે- સી. આર. પાટીલ

અટલ સમાચાર, ડેસ્ક

પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘આમ તો મુખ્યમંત્રી કઇ રીતે રાજકારણમાં આવી ગયા તે તપાસનો વિષય છે. ખરેખર ખૂબ ભોળા અને સહજ છે. અમારે તેમને ઘણીવાર અમારે ખભો પકડીને ચેતાવવા પડે કે, સાહેબ જરા જોજો, સામેવાળાથી ચેતવા જેવું છે. પરંતુ તેઓ એવું જ કહે છે કે, તેમની પર ઘણાંના આશીર્વાદ છે. ભલે તેની દાનત ખરાબ હશે પરંતુ તે છેતરીને પણ કાંઇ પામી શકશે નહીં. અને છેતરીને કાંઇ મેળવી શકશે નહીં. એવો તેમને આશીર્વાદ છે, કારણ કે, ઘણાંના આશીર્વાદ તેમની સાથે છે અને ગુજરાતની પ્રજાના પણ આશીર્વાદ તેમની સાથે છે. ‘

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રસંગે સીએમ પટેલે પ્રાસંગિક સંબોધન કરવાની સાથે સરકારી અધિકારીઓને તેમની કાર્યપ્રણાલીમાં સુધાર કરવાનું કહેતા કડક શબ્દોમાં ટકોર કરી હતી. મનમાની કરતા સરકારી બાબુને મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતુ કે, લોકોના નીતિ નિયમોની આડમાં હેરાન ન કરો, કારણ કે તમામ લોકો નિતી નિયમ જાણતા હોતા નથી. તેમણે સરાકારી અધિકારીઓની કાર્ય નિષ્ઠા પર સવાલ કરતા કહ્યું કે, જે કામ પહેલા જ દિવસે ન થાય તે બે વર્ષ બાદ કેમ થઇ જાય? એ વિચારવું જોઇએ. ભૂપેન્દ્ર પટેલે નીતિ નિયમોની આંટીઘુંટીમાં જનતા પરેશાન ન થાય તેવી સરળ કાર્ય પદ્ધતિથી કામ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અધિકારી જનતાની મદદ કરવાના બદલે તેમને નિતી નિયમોનો હવાલો આપીને ડરાવવાનું કામ ન કરે. જનતાને હેરાન પરેશાન કરીને ધક્કા ખવડાવવાની બદલે તેમની મદદ કરીને સરળ રસ્તો બતાવીને તેમને કામ પાર પાડવા જોઇએ.