ગુજરાત: બેફામ વાહન ચલાવશો તો પોલીસ પાસે છે સ્પીડગન, મેમો અપાશે

અટલ સમાચાર,ગાંધીનગર રાજ્યમાં વધતા વાહન અકસ્માતોને રોકવા માટે પોલીસ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ રહી છે. ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં વાહનોની સ્પીડ માપી ઓવેરસ્પીડે દોડતા વાહનોને મેમો આપવા માટે સ્પીડગન વસાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકન બનાવટની પાંચ સ્પીડગન અમદાવાદ પોલીસ તથા એક સ્પીડગન ગાંધીનગર પોલીસને આપવામાં આવી છે. કુલ મળીને ગુજરાતમાં 39
 
ગુજરાત: બેફામ વાહન ચલાવશો તો પોલીસ પાસે છે સ્પીડગન, મેમો અપાશે

અટલ સમાચાર,ગાંધીનગર

રાજ્યમાં વધતા વાહન અકસ્માતોને રોકવા માટે પોલીસ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ રહી છે. ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં વાહનોની સ્પીડ માપી ઓવેરસ્પીડે દોડતા વાહનોને મેમો આપવા માટે સ્પીડગન વસાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકન બનાવટની પાંચ સ્પીડગન અમદાવાદ પોલીસ તથા એક સ્પીડગન ગાંધીનગર પોલીસને આપવામાં આવી છે. કુલ મળીને ગુજરાતમાં 39 સ્પીડગન વસાવવામાં આવી છે. આ સ્પીડગન એક કિલોમીટર દૂરથી આવતા ત્રણ વાહનને માત્ર એક સેકન્ડમાં તેની ગતિ માપી મેમો જનરેટ કરી શકે છે.