ગુજરાત: એકતરફી પ્રેમમાં વિદ્યાર્થીએ એવુ કર્યુ કે વિદ્યાર્થિનીનો જીવ માંડ બચ્યો

અટલ સમાચાર,ડેસ્ક વલસાડમાં વિદ્યાર્થીએ એક તરફી પ્રેમમાં એવું કામ કર્યું કે વિદ્યાર્થિનીનો જીવ માંડ બચ્યો હતો. વિદ્યાર્થીએ પોતાના પરિવારને કહ્યું હતું કે તે મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં. આ દરમ્યાન વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ક્લાસમાં જ તેની પાણીની બોટલમાં ઝેર મીલાવી દીધું હતું. જોકે વિદ્યાર્થિની સહેજ માટે બચી ગઈ હતી. જોકે થોડુક પાણી પીધા
 
ગુજરાત: એકતરફી પ્રેમમાં વિદ્યાર્થીએ એવુ કર્યુ કે વિદ્યાર્થિનીનો જીવ માંડ બચ્યો

અટલ સમાચાર,ડેસ્ક

વલસાડમાં વિદ્યાર્થીએ એક તરફી પ્રેમમાં એવું કામ કર્યું કે વિદ્યાર્થિનીનો જીવ માંડ બચ્યો હતો. વિદ્યાર્થીએ પોતાના પરિવારને કહ્યું હતું કે તે મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં. આ દરમ્યાન વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ક્લાસમાં જ તેની પાણીની બોટલમાં ઝેર મીલાવી દીધું હતું. જોકે વિદ્યાર્થિની સહેજ માટે બચી ગઈ હતી. જોકે થોડુક પાણી પીધા બાદ તેની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે તે વિદ્યાર્થી હજુ સગીર હોવાથી હાલ કાયદાના સંઘર્ષમાં આવ્યો હોઈ તે પ્રમાણે પોલીસે કાર્યવાહી કરતાં તેને બુધવારે જુવેનાઈલ કોર્ટમાં રજુ કરાશે આગળનો નિર્ણય કોર્ટ દ્વારા લેવાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વલસાડમાં એકતરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે એવુ કર્યુ કે તેનો જીવ જતા માંડ બચ્યો છે. ક્લાસરૂમમાં વિદ્યાર્થીનીની પાણીની બોટલમાં ઉંદર મારવાની દવા નાંખી તેની મારી નાંખવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાનું સામે આવ્યુ છે. વિદ્યાર્થિની આવી ત્યારે તેણીએ થોડું પાણી પીધું પરંતુ તેણીને પાણીમાં અજીબ ગંધ આવતી હોવાથી વધારે પાણી પીધું નહીં. બાદમાં વિદ્યાર્થિનીની તબીયત લથડવા લાગી હતી. જ્યારે સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કે આ છોકરો તેણીના પાણીમાં કાંઈક નાખી રહ્યો છે. જેથી તેને બાદમાં પોલીસે પુછ્યું તો ખબર પડી કે તેણે ઉંદર મારવાની દવા નાખી હતી. વિદ્યાર્થી સામે પોલીસે હત્યા કરવાના પ્રયાસ સહિતની કલમોને આધારે ગુનો નોંધ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છોકરાએ અગાઉ પણ પરિવારને કહ્યું હતું કે, તે મારી નહીં થાય તો હું કોઈની નહીં થવા દઉં. થોડા વખત પહેલા તેણે વિદ્યાર્થિનીના પરિવારને મુંબઈ જઈ આત્મહત્યા કરી લઈશ તેવું પણ કહ્યું હતું. જ્યારે હવે તેણે વિદ્યાર્થિનીને જ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ છોકરો એક તરફી પ્રેમમાં વિદ્યાર્થિનીના જીવન માટે જ ભય જનક બની ગયો છે. જેને પગલે તેના સામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે તે વિદ્યારથી હજુ સગીર હોવાથી હાલ કાયદાના સંઘર્ષમાં આવ્યો હોઈ તે પ્રમાણે પોલીસે કાર્યવાહી કરતાં તેને બુધવારે જુવેનાઈલ કોર્ટમાં રજુ કરાશે આગળનો નિર્ણય કોર્ટ દ્વારા લેવાશે.