ગુજરાત: કોરોનાની સારવારનો માં અમૃતમ યોજનામાં સમાવેશ કરો: ધાનાણી

અટલ સમાચાર,ડેસ્ક આજે રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજયની ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ 2500 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. જોકે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને રાજય સરકાર દ્વારા કોરોનાની મહામારીમાં કોરોનાની સારવારનો માં અમૃતમ યોજનામાં સમાવેશ કરવા માંગ કરી છે. આ સાથે સમગ્ર રાજયમાં કોરોનાની ચકાસણી અંગેનો દર 2000 રૂપિયા કરવા રજુઆત કરી છે.
 
ગુજરાત: કોરોનાની સારવારનો માં અમૃતમ યોજનામાં સમાવેશ કરો: ધાનાણી

અટલ સમાચાર,ડેસ્ક

આજે રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજયની ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ 2500 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. જોકે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને રાજય સરકાર દ્વારા કોરોનાની મહામારીમાં કોરોનાની સારવારનો માં અમૃતમ યોજનામાં સમાવેશ કરવા માંગ કરી છે. આ સાથે સમગ્ર રાજયમાં કોરોનાની ચકાસણી અંગેનો દર 2000 રૂપિયા કરવા રજુઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે, રાજય સરકારે કોરોનાના ટેસ્ટ કરવાની કરવાની જરૂર છે. સમગ્ર રાજયમાં કોરોનાની ચકાસણી અંગેનો દર 2000 રૂપિયા કરવા રજુઆત કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી લેબમાં ટેસ્ટનો 50 ટકા ચાર્જ ઉઠાવવામાં આવે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા કોરોનાની મહામારીમાં કોરોનાની સારવારનો માં અમૃતમ યોજનામાં સમાવેશ કરવા માંગ કરી છે.

નોંધનિય છે કે, અત્યાર સુધી રાજયની ખાનગી લેબમાં ટેસ્ટ કરાવનાર પાસેથી 4500 રૂપિયા ટેસ્ટ ચાર્જ વસૂલવામાં આવતો હતો. જયારે ખાનગી હોસ્પિટલ કે ઘરે બોલાવનાર પાસેથી ખાનગી લેબે 3000 રૂપિયા ચાર્જ વસૂલવાનો રહેશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, રાજય સરકાર હસ્તકની તમામ હોસ્પિટલોમાં કોરોનાના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓના ટેસ્ટ સરકારી લેબ નિઃશુલ્ક કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ખાનગી લેબમાં એમડી ફીજીશીયનની ભલામણના આધારે ટેસ્ટ કરાવનાર પાસેથી 4500 રૂપિયા વસૂલવામાં આવતો હતો. જેમાં ધટાડો કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.