ગુજરાતઃ આ ગામમાં અનોખી રીતથી ઉજવાય છે કાળી ચૌદસ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં માનસરોવરના મધ્યે મૂકાય છે દીવડા મૃત્યુના પહેલા વર્ષે જ ઉજવાય છે દિવાળી પ્રથમ દિવાળીએ તેમની યાદમાં દીવડાં પ્રગટાવાય દિવાળી આવતી હોયને તમને તમારૂ સ્વજન યાદ ન આવે એ તો કેમ બને? તેમાંય જેમ જેમ તહેવાર નજીક આવે તેમ તેમ એ સ્વજનની યાદ પણ ઘુંટાતી જાય. પણ દિવાળીમાં દીવડા પ્રગટાવવાની પ્રથા એ
 
ગુજરાતઃ આ ગામમાં અનોખી રીતથી ઉજવાય છે કાળી ચૌદસ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં માનસરોવરના મધ્યે મૂકાય છે દીવડા મૃત્યુના પહેલા વર્ષે જ ઉજવાય છે દિવાળી પ્રથમ દિવાળીએ તેમની યાદમાં દીવડાં પ્રગટાવાય ​દિવાળી આવતી હોયને તમને તમારૂ સ્વજન યાદ ન આવે એ તો કેમ બને? તેમાંય જેમ જેમ તહેવાર નજીક આવે તેમ તેમ એ સ્વજનની યાદ પણ ઘુંટાતી જાય. પણ દિવાળીમાં દીવડા પ્રગટાવવાની પ્રથા એ એક એવી પ્રથા છે જે તમારા સ્વજન કે પ્રિયજનને મુત્યુપર્યંત પ્રકાશિત રાખે છે.

મૃતક સ્વજનને અંજલિરૂપે દીવડા પ્રગટાવીને દિવાળીમાં એમની ખોટ પૂરી શકાય. જો કે બીજા વરસે આવુ થતું નથી. દેવગઢ બારિયાના માનસરોવર તળાવની મધ્યે આવેલા બેટ પર કાળીચૌદસની રાતે તેમજ દિવાળીની વહેલી પરોઢે લોકો મૃતાત્માઓના દીવડા મૂકીને સ્મરણાંજલિ આપે છે. ખરેખર, એકવીસમી સદીના જમાના આ જૂનવાણી પરંપરા લાગણી, સ્નેહ તથા માણસાઇની ઘોતક માની શકાય.

મૃત્યુ પછીની દિવાળી હોતી જ નથી પરંતુ દાહોદના દેવગઢ બારિયામાં તો મૃતાત્માઓ માટે પણ દિવાળીના દિવડા પ્રગટાવવામાં આવે છે. મૃત્યુ પછી સ્વજનની સ્મરણાંજલિરૂપે દિવાળીના દીવા દેવાની પરંપરા આજેય ચાલી આવે છે. જૂનવાણી રિવાજ માનવજીવન સાથે હજુય જીવંત છે. સામાન્ય રીતે દિવાળીને પ્રકાશ અને રોશનીનો તહેવાર કહેવાય છે.

તહેવારોનો રાજા દિવાળી આવે એટલે ઘરનું વડિલ તો યાદ આવે જ અને એકેય ઘર એવુ ન હોય જ્યાં કોઈનું મોત ન થયુ હોય. એટલે એવામાં દિવાળી શોકના અંધકારમાં સત્ય ને જીવનનો પ્રકાશ લઈને આવે છે. એટલે દેવગઢ બારિયામાં તો સ્વજનના મૃત્યુ પછીની પ્રથમ દિવાળીએ તેમની યાદમાં દીવડાં પ્રગટાવાય છે.