ગુજરાતઃ ઓક્ટોબર મહિનામાં સી પ્લેનથી મુસાફરી કરી શકાશે, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક આગામી ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સી પ્લેનથી મુસાફરી કરી શકશો. ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે સૌપ્રથમવાર પીએમ મોદીએ સી પ્લેનની ચર્ચા શરૂ કરી હતી. હવે આટલા સમય બાદ અમદાવાદમાં સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગુજરાતઃ ઓક્ટોબર મહિનામાં સી પ્લેનથી મુસાફરી કરી શકાશે, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

આગામી ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સી પ્લેનથી મુસાફરી કરી શકશો. ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે સૌપ્રથમવાર પીએમ મોદીએ સી પ્લેનની ચર્ચા શરૂ કરી હતી. હવે આટલા સમય બાદ અમદાવાદમાં સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે જણાવતા કહ્યું છે કે, સી પ્લેનનો ટુરિઝમ માટે દુનિયામાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. તેવી જ રીતે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ વ્યાપક રીતે થાય તે હેતુથી પીએમ મોદીના નિર્દેશ મુજબ દેશમાં ઉડાન યોજના અંતર્ગત 16 રૂટ પર સી પ્લેન યોજના શરૂ કરાશે. ગુજરાતમાં 2 રૂટ પર સી પ્લેન યોજના શરૂ થશે.

ગુજરાતઃ ઓક્ટોબર મહિનામાં સી પ્લેનથી મુસાફરી કરી શકાશે, જાણો વધુ
file photo

સુ6ોએ ઝણાવ્યુ હતુ કે, સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 200 કિમિની યોજના તો સાબરમતીથી પાલીતાણા 250 કિમિની યોજના રહેશે. હાઇડ્રોગ્રાફિકલ સર્વેનું કામ પુરૂં થયુ છે આવનારા 10થી 15 દિવસમાં જેટ્ટી બાંધવાનું કામ શરૂ કરવામાં આવશે. એવિએશન મંત્રાલય સાથે મળીને ત્રણેય જગ્યાએ હંગામી ટર્મિનલ પણ ઉભું કરવામાં આવશે.