ગુજરાતઃ મોડી રાત્રે વિધાનસભામાં હોબાળો, કોંગી MLA ગૃહમાં માઇક ફેંક્યું

અટલ સમાચાર, ડેસ્કView Stats ગુજરાત વિધાનસભા મોડી સાંજે બોલાચાલી થઇ હતી. ગૃહમાં બંન્ને પક્ષો વચ્ચે શાબ્દિક તકરાર વચ્ચે કૉંગ્રેસનાં ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાનું માઇક ગેલેરી 4માંથી ગૃહમાં ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે મજૂર વિરોધી સરકાર નહીં ચલેગીનાં નારા પણ ઉચ્ચાર્યા હતા. આ બધા દરમિયાન વિધાનસભા અધ્યક્ષે ગેરવર્તણૂક બદલ ઠપકો પણ આપ્યો હતો. અટલ સમાચાર
 
ગુજરાતઃ મોડી રાત્રે વિધાનસભામાં હોબાળો, કોંગી MLA ગૃહમાં માઇક ફેંક્યું

અટલ સમાચાર, ડેસ્કView Stats

ગુજરાત વિધાનસભા મોડી સાંજે બોલાચાલી થઇ હતી. ગૃહમાં બંન્ને પક્ષો વચ્ચે શાબ્દિક તકરાર વચ્ચે કૉંગ્રેસનાં ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાનું માઇક ગેલેરી 4માંથી ગૃહમાં ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે મજૂર વિરોધી સરકાર નહીં ચલેગીનાં નારા પણ ઉચ્ચાર્યા હતા. આ બધા દરમિયાન વિધાનસભા અધ્યક્ષે ગેરવર્તણૂક બદલ ઠપકો પણ આપ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત વિધાનસભા ગૃહમાં મંગળવારે મોડી રાતે હોબાળો મચ્યો હતો. આ બાબતે નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે ધારાસભ્ય નૌસાદ સોલંકીને ઉદ્દેશીને કહ્યું કે, બિલમાં બાબા સાહેબ આંબેડકરથી શરૂઆત કરે છે, પોતે કોન્ટ્રાક્ટર છે, મજૂરોના શોષણ અંગે બધી ખબર છે. તમે ઘરમાં કે ખેતરમા મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો? જે બાદ કૉંગ્રેસનાં ધારાસભ્ય નૌશાદે કહ્યું કે, નીતિન પટેલે ગઈકાલે પણ મને કોન્ટ્રાક્ટર બોલ્યા હતા.

ગુજરાતઃ મોડી રાત્રે વિધાનસભામાં હોબાળો, કોંગી MLA ગૃહમાં માઇક ફેંક્યું
જાહેરાત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને નીતિન પટેલ માફી માગેના નારા લગાવ્યા હતા. ધારાસભ્ય નૌસાદે કહ્યું કે, હું કોન્ટ્રાક્ટર છું તેવું નીતિન પટેલ સાબિત કરે અથવા તો માફી માગે, જ્યાં સુધી માફી નહિ માગે ત્યાં સુધી ગૃહમાં જ ધરણાં પર બેસવાની જાહેરાત કરી હતી. આ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. મંત્રી ભૂપેન્દ્રસિંહે માઈક છુટ્ટુ ફેંકવા મુદ્દે ધારાસભ્ય સામે પગલાં ભરવા માગણી કરી હતી. જ્યારે ધારાસભ્ય નૌશાદ ગેલેરીના પગથિયા પર ધરણાં પર બેસી ગયા હતા. ભારે સમજાવટ બાદ નૌશાદ સોલંકીએ ધરણાં પૂરા કર્યા હતા.