ગુજરાત: સોમનાથ ટ્રસ્ટનું લીલાવતી ભવન કવોરન્ટાઇન માટે રીઝર્વ જાહેર કર્યું

અટલ સમાચાર,ડેસ્ક સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષકેશુભાઇ પટેલે કોરોના વાઇરસ સામે લડવા માટે મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાં ટ્રસ્ટ તરફથી રૂ. ૧ કરોડ આપવાની જાહેરાત કરી છે.ટ્રસ્ટ દ્વારા વેરાવળ/પાટણ ખાતે, સરકારી હોસ્પીટલ, ફરજ પરના પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તેમજ જરૂરીયાતવાળા વિસ્તારમાં ગાંઠીયાના ર૦૦૦ પેકેટ, તેમજ લાડુપ્રસાદીના ૭૦૦૦ પેકેટ વિતરણ કરવામાં આવેલ છે. ઓરીસ્સાના ૮૦ યાત્રિકોને ટ્રસ્ટના સાંસ્કૃતિક ભવનમાં ઉતારો આપ્યો
 
ગુજરાત: સોમનાથ ટ્રસ્ટનું લીલાવતી ભવન કવોરન્ટાઇન માટે રીઝર્વ જાહેર કર્યું

અટલ સમાચાર,ડેસ્ક

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષકેશુભાઇ પટેલે કોરોના વાઇરસ સામે લડવા માટે મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાં ટ્રસ્ટ તરફથી રૂ. ૧ કરોડ આપવાની જાહેરાત કરી છે.ટ્રસ્ટ દ્વારા વેરાવળ/પાટણ ખાતે, સરકારી હોસ્પીટલ, ફરજ પરના પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તેમજ જરૂરીયાતવાળા વિસ્તારમાં ગાંઠીયાના ર૦૦૦ પેકેટ, તેમજ લાડુપ્રસાદીના ૭૦૦૦ પેકેટ વિતરણ કરવામાં આવેલ છે. ઓરીસ્સાના ૮૦ યાત્રિકોને ટ્રસ્ટના સાંસ્કૃતિક ભવનમાં ઉતારો આપ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિશેષમાં કવોરન્ટાઇન માટે ટ્રસ્ટનું લીલાવતી ભવન પણ જીલ્લા વહીવટી તંત્રની સુચના મુજબ રીઝર્વ રાખવામાં આવેલ છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જયારે પણ દેશ પર આકસ્મીક આપત્તી આવે ત્યારે ટ્રસ્ટ હંમેશા સરકારશ્રીના માર્ગદર્શન મુજબ જરૂરીયાતમંદોની વ્હારે આવ્યું છે.