ગુજરાતઃ પરિણીતાનાં છૂટાછેડા કરાવી પહેલા લગ્ન કર્યા અને પછી તરછોડી

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા છે. પોતાની પત્નીને સબક શીખવાડવા માટે દિલ્લીનાં યુવાને સ્કૂલ સમયની પ્રેમિકાને તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવી મંદિરમાં લગ્ન કરી તેને તરછોડી ભાગી ગયો હતો. જોકે, પ્રેમિકાએ લગ્ન કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પોંહચીને ફરિયાદ નોંધાવી છે. સુરતનાં
 
ગુજરાતઃ પરિણીતાનાં છૂટાછેડા કરાવી પહેલા લગ્ન કર્યા અને પછી તરછોડી

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા છે. પોતાની પત્નીને સબક શીખવાડવા માટે દિલ્લીનાં યુવાને સ્કૂલ સમયની પ્રેમિકાને તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવી મંદિરમાં લગ્ન કરી તેને તરછોડી ભાગી ગયો હતો. જોકે, પ્રેમિકાએ લગ્ન કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પોંહચીને ફરિયાદ નોંધાવી છે. સુરતનાં અલથાણા વિસ્તારમાં આવેલા ખોડિયારનગરની સામે નિર્મલ આવાસમાં રહેતી મમતા બિરેન્દ્ર યાદવનાં લગ્ન 27 મે, 2004માં રીતેશ ઇન્દ્રવદન ધોરાવાલા સાથે થયા હતા. તેમને સંતાનમાં બે પુત્રી મહેક ઉમર વર્ષ 14 અને કિશીતા ઉંમર વર્ષ 6 છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

થોડા સમય પહેલા દિલ્હી ખાતે રહેતો અને બે સંતાનનો પિતા મનોજ મમતાનાં સંર્પકમાં આવ્યો હતો દિલ્હીના ચાંદની ચોકમાં સાડીનો વેપાર કરે છે. તે ધંધાર્થે સુરત આવ્યો હતો. તેની અનાયાસે મહિલા સાથે મુલાકાત થઈ હતી. મહિલા અને મનોજ 20 વર્ષ પહેલા દિલ્હીમાં સાથે અભ્યાસ કરતા હતા. મનોજ સાથે મહિલાની મુલાકાત વધતી ગઈ હતી. પોતે તેના દામ્પત્યજીવનથી અસંતુસ્ટ છે અને સ્કુલમાં હતા ત્યારથી મહિલાને પ્રેમ કરતો હોવાની વાત કહી હતી. જે બાદ મહિલાએ કહ્યું હતું કે, તેના પતિ પાસેથી ડિવોર્સ લઈ લેશે અને મિત્ર પોતે પણ પત્નીથી ડિવોર્સ લઈ લેશે. બંને લગ્ન કરી લઈશું એવી વાત કરતા મહિલા મનોજકુમારની વાતોમાં આવી ગઈ હતી.

24 જુલાઇ 2019નાં રોજ મનોજ સાથે મહિલાએ દિલ્હી તીસહજારી કોર્ટ નજીક આર્ય સમાજ મંદિર ટ્રસ્ટમાં લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ મનોજ અને મહિલા રહેવા માટે સુરત આવી ગયા હતા. જોકે, લગ્નનાં એક જ મહિનો સાથે રહ્યા બાદ તા. 22 ઓગષ્ટનાં રોજ દિલ્હીમાં પ્રથમ પત્નીએ પોતાના અને પરિવાર વિરૃધ્ધ પોલીસ કેસ કર્યો છે અને દિલ્હી જવું પડશે. આવું મનોજ મહિલાને તરછોડીને ચાલ્યો ગયો હતો.

પતિ પાછો નહિ આવતા ફોન કર્યો હતો પોતે ક્યારે પરત આવે છે તેવું અવાર નવાર પૂછતી હતી અને એવું હોય હો તે દિલ્લી રહેવા આવી જાય. મનોજે તેને ના પડી હતી જોકે થોડા દિવસ બાદ મનોજે સુરતની મહિલાને ફોન કરીને તે કદી સુરત નથી આવાનો અને તેને તેની પત્નીને સબક શીખવાડવા માટે લગ્ન કર્યાની કબૂલાત કરી હતી. પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર અભ્યાસકાળ વખતનાં મિત્ર મનોજ ગોયલ વિરૃધ્ધ મહિલાએ ખટોદરા પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.