ગુજરાત: 21 જૂનથી રાજ્યમાં મેધરાજાની પધરામણી થશે: હવામાન વિભાગ

અટલ સમાચાર,ડેસ્ક દેશમાં જગતનનો તાત ચોમાસાના આગમનની રાહ જોતો હોય છે..ત્યારે ચોમાસાને લઈ ભારતીય મોસમ વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે .દેશમાં ચોમાસાનું આગમન 5 જૂને કેરળમાં દસ્તક દેશે તેવું પૂર્વાનુમાન જાહેર કર્યું છે સાથે સાથે 4 દિવસ ચોમાસુ મોડું કે વહેલું બેસી શકે છે. જોકે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાનું મોસમ વિભાગનું પૂર્વાનુમાન છે, એટલે કે
 
ગુજરાત: 21 જૂનથી રાજ્યમાં મેધરાજાની પધરામણી થશે: હવામાન વિભાગ

અટલ સમાચાર,ડેસ્ક

દેશમાં જગતનનો તાત ચોમાસાના આગમનની રાહ જોતો હોય છે..ત્યારે ચોમાસાને લઈ ભારતીય મોસમ વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે .દેશમાં ચોમાસાનું આગમન 5 જૂને કેરળમાં દસ્તક દેશે તેવું પૂર્વાનુમાન જાહેર કર્યું છે સાથે સાથે 4 દિવસ ચોમાસુ મોડું કે વહેલું બેસી શકે છે. જોકે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાનું મોસમ વિભાગનું પૂર્વાનુમાન છે, એટલે કે દેશમાં વરસાદ સારો થશે તો ગુજરાતમાં 8 દિવસ ચોમાસુ મોડું શરૂ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચોમાસાની ઋતુમાં અલનીનો કે લા નીનાની અસર પણ મહત્વની બની રહે છે. ત્યારે 2020ના ચોમાસામાં લા નીનાની અસર રહશે.ચોમાસામાં લા નીનાની અસર સાનુકૂળ રહશે. જેના કારણે ચોમાસમાં વરસાદ સારો રહશે. ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં લા નીનાની અસર થશે. લા નિનો એટલે કે પૂર્વ મધ્ય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રનું તાપમાન ઠંડુ રહશે. જ્યારે પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રનું તાપમાન ગરમ રહેશે.જે ચોમાસા માટે સાનુકૂળ કહેવાય.

મોસમ વિભાગે 40 વર્ષના ડેટા એનાલિસિસ બાદ જાહેર કર્યું છે કે, ચોમાસની ઋતુની શરૂઆત ગુજરાતમાં 8 દિવસ પાછળ થશે. એટલે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી થતી હતી.જે સત્તાવાર ચોમાસુ 21 જૂનથી શરૂ થશે. એટલે કે ચોમાસાની ઋતુ નું આગમન પણ મોડું થશે.અને વિદાય પણ મોડી લેશે.જોકે મોસમ વિભાગ દ્વારા સમુદ્રની એક્ટિવિટી પર સતત મોનીટરીંગ કરવામાં આવતું હોય છે અને ત્યાર બાદ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવે છે.