ગુજરાતઃ દૂધ સાગર લખેલા ટેન્કરમાંથી ઝડપાયો 15 લાખથી વધુ દારૂ

અટલ સમાચાર, ડેસ્ક ચોર ગમે એટલા ચાલાક કેમ ન હોય, પોલીસની નજરથી તેઓ બચી નથી શકતા. રાજકોટ ક્રાઇમ બ્રાંચે આવા જ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી કરતો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાંચે દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરીનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમીના આધારે એક દૂધનું
 
ગુજરાતઃ દૂધ સાગર લખેલા ટેન્કરમાંથી ઝડપાયો 15 લાખથી વધુ દારૂ

અટલ સમાચાર, ડેસ્ક

ચોર ગમે એટલા ચાલાક કેમ ન હોય, પોલીસની નજરથી તેઓ બચી નથી શકતા. રાજકોટ ક્રાઇમ બ્રાંચે આવા જ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી કરતો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાંચે દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરીનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમીના આધારે એક દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું હતું, જેની તપાસ કરતા તેમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટ ક્રાઇમ બ્રાંચે કાલાવડ રોડ પાસે નવા 150 ફૂટ રીંગ રોડ પરથી કટારિયા ચોકડીથી વાવડી તરફ જવાના રસ્તા પર ઉભેલા દૂધના ટેન્કરને ઝડપી પાડ્યું હતું. જેમાંથી દૂધની આડમાં 5000થી વધુ વિદેશી દારૂની બોટલ એટલે કે 15 લાખથી પણ વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દૂધના ટેન્કરના ડ્રાઈવર બુધારામ બીસનોઈ જે રાજસ્થાન રહે છે તેની પણ ધરપકડ કરી છે.

કોઈ શાતિર વ્યક્તિએ દૂધનું ટેન્કર ખાસ રીતે બનાવડાવ્યું હતું. જે બહારથી દૂધનું ટેન્કર જ લાગે છે. ડીઝલ ટેન્ક, દૂધનો વાલ્વ સહિતની વસ્તુઓ ટેન્કરમાં યોગ્ય જગ્યા ઉપર જ રાખવામાં આવી છે, પરંતુ આ ટેન્કરની નીચેની બાજુએ પોલીસની નજર ન પડે તેવી રીતે એક ખાનું બનાવવામાં આવ્યું છે. અહીંથી એકથી બે વ્યક્તિ અંદર જઈ શકે અને તેમાં દારુ ચઢાવી કે ઉતારી શકે.

ભરવાના ટેન્કરમાં જે રીતે ઉપરથી દૂધ ઠાલવવામાં આવે છે તે મુજબ આ ટેન્કરમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અંદર દૂધ નહીં પણ દારૂ જ દેખાય છે. આ ટેન્કર ફક્ત દારૂની હેરાફેરી માટે જ બનાવવામાં આવ્યું હતું પરંતુ તેને દૂધના ટેન્કરનો આકાર આપી દૂધ સાગર ડેરીનો સિમ્બોલ આપી દૂધની આડમાં દારૂની હેરાફેરી થતી હતી.