ગુજરાત@મોતઃ બે દિવસથી ગુમ થયેલ 4 યુવોનોની લાશ મળતાં પરિવારમાં ભારે શોક

અટલ સમાચાર, ડેસ્ક સૌરાષ્ટ્રમાં ફરવા આવેલા પંચમહાલના ચાર યુવાનો ગત 8 મી ડીસેમ્બર સવારથી લાપતા હોય પરિવાર તેમજ પોલીસ દ્વારા આ યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ યુવાનોના મોબાઈલનું છેલ્લું લોકેશન મેંદરડા પાસેથી મળતા પોલીસે અલગ-અલગ દશ જેટલી ટીમો બનાવી આ વિસ્તારમાં શોધખોળ આદરી હતી. જેમાં ગતરાત્રીના બે યુવાનોની ગાઠીલા પાસેની ઓઝત નદીના
 
ગુજરાત@મોતઃ બે દિવસથી ગુમ થયેલ 4 યુવોનોની લાશ મળતાં પરિવારમાં ભારે શોક

અટલ સમાચાર, ડેસ્ક

સૌરાષ્ટ્રમાં ફરવા આવેલા પંચમહાલના ચાર યુવાનો ગત 8 મી ડીસેમ્બર સવારથી લાપતા હોય પરિવાર તેમજ પોલીસ દ્વારા આ યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ યુવાનોના મોબાઈલનું છેલ્લું લોકેશન મેંદરડા પાસેથી મળતા પોલીસે અલગ-અલગ દશ જેટલી ટીમો બનાવી આ વિસ્તારમાં શોધખોળ આદરી હતી. જેમાં ગતરાત્રીના બે યુવાનોની ગાઠીલા પાસેની ઓઝત નદીના ઘુનામાંથી લાશો મળી હતી. જ્યારે અન્ય બે યુવાનોની લાશો સવારે ખળપીપળી પાસેની ઓઝત નદી માંથી હાથ લાગતા ચાર યુવાનોના પરિવારો પર આભ ફાટ્યું હતું. ઘટનાના પગલે આખાય પંથકમાં ગમગીનીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરાના કાકણપુર પાસેના રામપુરના ચાર યુવાનો પિનાકિન પટેલ, મૌલિનપટેલ, મોહિત પટેલ, અને જીગર પટેલ, આ ચારેય યુવાનો પોતાના વતનથી સૌરાષ્ટ્રમાં વીરપુર સહિતના સ્થળોએ ફરવા માટે નીકળ્યા હતા. આ ચાર યુવાનો માંના પિનાકિન પટેલના પત્ની તાલાળાના વતની હle. ફર્યા બાદ તાલાળા સસરાના ઘરે આટો મારવા જવાના હોય તેવા પણ કાર્યક્રમનું પરિવાર રટણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગત 8 ડિસેમ્બર સવારના સુમારે થયો હતો ત્યારબાદ આ યુવાનો સાથે પરિવારનો સંપર્ક ન થતાં પરિવારે પોલીસને માહિતગાર કરતા પોલીસે મોબાઇલ લોકેશન ટ્રેસ કરતા આ લોકોનું છેલ્લું લોકેશન 8 ડિસેમ્બર વહેલી સવારના ચારેક વાગ્યાના સુમારેની આસપાસ મેંદરડા રોડ પરના યુવ નગરથી આગળ ના વિસ્તારમાં ટ્રેશ થયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

જુનાગઢ એસ પી સૌરભ સિંગના સીધા માર્ગદર્શન નીચે એલસીબી પોલીસ સહિતની અલગ-અલગ પોલીસની 10 ટીમો બનાવી જુનાગઢ મેંદરડા સાસણ તાલાળા માળીયા સહિતના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. ત્યારે ગત રાત્રીના આ યુવાનો માંના બે યુવાનો ની બોડી ગાઠીલા પાસેની ઓઝત નદીના ઘુનામાંથી મળી આવી હતી. જ્યારે અન્ય બે યુવાનોની બોડીની ભાળ આજે વહેલી સવારે ખળપીપળી પાસે ઓઝત નદી માંથી હાથ લાગતા તેમના મૃતદેહને કાઢી પીએમમાં મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બનાવના પગલે પરિવારો પર જાણે આભ ફાટ્યું હતું. તેમજ નદીમાંથી ચાર લાખો નીકળતા આ વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.