ગુજરાતઃ મા-દીકરીએ માર્ગ અકસ્માતો પર અંકુશ મેળવવા કલાત્મક રસ્તો શોધી કાઢ્યો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદની મા-દીકરીની જોડીએ માર્ગ અકસ્માતો ઉપર અંકુશ મેળવવા માટે એક કલાત્મક રસ્તો શોધી કાઢ્યો છે. સૌમ્યા પંડ્યા ઠક્કર અને તેની માતા શકુંતલા ઠક્કરે ખૂબ જ કુશળતાથી ઝિબ્રા ક્રોસિંગને થ્રીડીમાં પેઇન્ટ કરીને નવું સ્વરૂપ આપ્યું છે. મા-દીકરીની આ જોડીએ વિદેશમાંથી પ્રેરણા લઈને ઝિબ્રા ક્રોસિંગને સપાટ જમીન ઉપર એવી રીતે દોર્યું છે કે વાહન
 
ગુજરાતઃ મા-દીકરીએ માર્ગ અકસ્માતો પર અંકુશ મેળવવા કલાત્મક રસ્તો શોધી કાઢ્યો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદની મા-દીકરીની જોડીએ માર્ગ અકસ્માતો ઉપર અંકુશ મેળવવા માટે એક કલાત્મક રસ્તો શોધી કાઢ્યો છે. સૌમ્યા પંડ્યા ઠક્કર અને તેની માતા શકુંતલા ઠક્કરે ખૂબ જ કુશળતાથી ઝિબ્રા ક્રોસિંગને થ્રીડીમાં પેઇન્ટ કરીને નવું સ્વરૂપ આપ્યું છે. મા-દીકરીની આ જોડીએ વિદેશમાંથી પ્રેરણા લઈને ઝિબ્રા ક્રોસિંગને સપાટ જમીન ઉપર એવી રીતે દોર્યું છે કે વાહન ચાલકોને તે ઉપસેલું દેખાય છે. તેના કારણે તેઓ આપમેળે જ પોતાનું વાહન ધીમું પાડી દે છે. જેના કારણે અકસ્માતથી બચી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌમ્યા પંડ્યા ઠક્કર છેલ્લાં 15 વર્ષથી પેઇન્ટિંગ કરી રહ્યાં છે. તેમણે સૌથી લાંબું એક્વા શેડો પેઇન્ટિંગ બનાવ્યું હતું. જેને કારણે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. વ્યાવસાયિક ચિત્રકલાનાં તેમનાં આ કામને તેઓ પોતાની માતા શકુંતલા ઠક્કર સાથે મળીને કરે છે. આ અનોખી પહેલ વિશે સૌમ્યાએ જણાવ્યું કે એક વખત મને હાઇવે અંગેનું કામ કરી રહેલી ઓથોરિટીનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમને મહેસાણા હાઇવે ઉપર પેઇન્ટિંગ કરાવવું છે.

રોડ ઓથોરિટીના અધિકારીઓએ મને જણાવ્યું કે પશ્ચિમી દેશોમાં ઝિબ્રા ક્રોસિંગ થ્રીડીમાં પેઇન્ટ કરવામાં આવે છે. તેઓ એવું જ પેઇન્ટિંગ મહેસાણા હાઇવે ઉપર બનાવવા માગે છે. મહેસાણા હાઇવે ઉપર અનેક સ્કૂલ્સ અને કોલેજ આવેલી છે. તેના કારણે અહીં ઘણાં માર્ગ અકસ્માતો સર્જાતા હતા.જે માટે સૌમ્યા એ તેમને 2-3 ડિઝાઇન્સ મોકલાવી હતી જેને તેમણે બે-ત્રણ દિવસમાં જ પાસ કરી દીધી. ત્યાર બાદ હાઇવે ઉપર થ્રીડીમાં પેઇન્ટ કરવામાં આવ્યું.