ગુજરાત: મુસ્લિમ સમાજ બંધારણનું વાંચન કરી લોકશાહીની રક્ષાના શપથ લેશે

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર ગુજરાતનો મુસ્લિમ સમાજ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના રોજ બંધારણનું વાંચન કરીને લોકશાહિના રક્ષણ માટે શપથ લઇને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે. જેમાં મુસ્લિમ સમાજની તમામ ધાર્મિક સંસ્થાઓ તથા સમાજ સેવી સંસ્થાઓ પણ જોડાશે. જે બાબતે કૉંગ્રેસ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ હતુ કે, દેશના બંધારણ સાથે છેડછાડ કરીને સીએએ, એનઆરસી
 
ગુજરાત: મુસ્લિમ સમાજ બંધારણનું વાંચન કરી લોકશાહીની રક્ષાના શપથ લેશે

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર ગુજરાતનો મુસ્લિમ સમાજ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના રોજ બંધારણનું વાંચન કરીને લોકશાહિના રક્ષણ માટે શપથ લઇને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે. જેમાં મુસ્લિમ સમાજની તમામ ધાર્મિક સંસ્થાઓ તથા સમાજ સેવી સંસ્થાઓ પણ જોડાશે. જે બાબતે કૉંગ્રેસ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ હતુ કે, દેશના બંધારણ સાથે છેડછાડ કરીને સીએએ, એનઆરસી અને એનપીઆરલાગૂ કરવા સામે અસહમતિ દર્શાવી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાનો બંધારણીય અધિકાર પણ દબાવવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના મુસ્લિમ સમાજ ધાર્મિક સંસ્થાઓ અને સ્વૈછિક સમાજ સેવી સંસ્થાઓ મળીને બંધારણના આમુખનું વાંચન કરી સંવિધાન અને લોકશાહિના રક્ષણ માટે શપથ લેશે. ગ્યાસુદ્દીન શેખે કહ્યુ હતુ કે, ભાજપની કેન્દ્ર સરકાર સીએએ અને એનઆરસી લાગૂ કરી ધાર્મિક ધ્રુવિકરણ દ્વારા બેકારી, મંદી અને બેરોજગારી જેવી પોતાની નિષ્ફળતાને ઢાંકવા તેમજ ચૂંટણીઓ જીતવા દેશના બંધારણની અવહેલના કરી કરી છે. તેઓ વિભાજનકારી નીતિ અપવાની ભારતના વિકાસ, એકતા અને ભાઇચારાના માહોલને ડહોળવાનો પ્રયાસ કરી રહી છે.