ગુજરાત: 2020નો પહેલો દિવસ ઠંડોગાર, કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા

અટલ સમાચાર, ડેસ્ક નવા વર્ષનો પહેલો દિવસ ઠંડોગાર છે. ઠંડીનું જોર વધ્યું છે. કચ્છમાં તો ઠંડીને કારણે શાળાઓના સમય બદલવા પડ્યા છે. ત્યારે નલિયા, ડિસા અને અમરેલી ઠંડુગાર થઈ ગયું હતુ એ સિવાય પણ ગાંધીનગર, રાજકોટ અમદાવાદમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતુ. ગુજરાતમાં પણ કડકડતી ઠંડીના કારણે લોકો ઠુઠવાઈ ગયા છે. તો હજુ તો
 
ગુજરાત: 2020નો પહેલો દિવસ ઠંડોગાર, કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા

અટલ સમાચાર, ડેસ્ક

નવા વર્ષનો પહેલો દિવસ ઠંડોગાર છે. ઠંડીનું જોર વધ્યું છે. કચ્છમાં તો ઠંડીને કારણે શાળાઓના સમય બદલવા પડ્યા છે. ત્યારે નલિયા, ડિસા અને અમરેલી ઠંડુગાર થઈ ગયું હતુ એ સિવાય પણ ગાંધીનગર, રાજકોટ અમદાવાદમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતુ. ગુજરાતમાં પણ કડકડતી ઠંડીના કારણે લોકો ઠુઠવાઈ ગયા છે. તો હજુ તો જાન્યુઆરીની શરૂઆત થઈ રહી છે. અને ઠંડીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે. રાજ્યના 8 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. નલિયામાં તાપમાન 5.4 ડિગ્રીએ પહોંચી ગયું છે. તો ભુજમં પણ રેકોર્ડ તૂટ્યો છે. ભુજમાં તાપમાન 7.6 ડિગ્રી સુધી ગગડી ગયું છે. કચ્છમાં ઠંડીનો પ્રમાણ વધતા શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારી, ખાનગી શાળાઓના સમયમાં કરાયો ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની શાળાનો સમય અડધો કલાક મોડો કરવામાં આવ્યો છે.

ગુજરાત: 2020નો પહેલો દિવસ ઠંડોગાર, કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા
File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગાંધીનગરમાં તાપમાનનો પારો 10.5 ડિગ્રી સુધી ગગડ્યો છે. જ્યારે અમદાવાદમાં પણ પારો 11.6 ડિગ્રી સુધી ગગડી ગયો છે. ઠંડી વધવાના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. વહેલી સવારે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો બીજી તરફ લોકો ઠંડી ભગાવવા માટે જોગિંગ અને કસરતનો સહારો લઈ રહ્યા છે. અમરેલીમાં 8 ડિગ્રી, કંડલામાં 8.4 ડિગ્રી, રાજકોટ અને પોરબંદરમાં 9-9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ ડીસામાં 9.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.