ગુજરાત: વાહનચાલકો માટે વધુ એક જાહેરાત, લાયસન્સને લઇ મોટા સમાચાર

અટલ સમાચાર, ડેસ્ક 16 સપ્ટેમ્બરથી ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ અધિનિયમ 2019નો અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે રાજ્યના વાહનચાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્રારા PUC અને HSRP નંબર પ્લેટ લગાડવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. PUC, વાહનોનો વીમો અને હેલ્મેટમાં 15 ઓક્ટોબર સુધી નવા કાયદામાંથી છૂટ આપવામાં આવી છે. ત્યાં સુધી
 
ગુજરાત: વાહનચાલકો માટે વધુ એક જાહેરાત, લાયસન્સને લઇ મોટા સમાચાર

અટલ સમાચાર, ડેસ્ક

16 સપ્ટેમ્બરથી ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ અધિનિયમ 2019નો અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે રાજ્યના વાહનચાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્રારા PUC અને HSRP નંબર પ્લેટ લગાડવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. PUC, વાહનોનો વીમો અને હેલ્મેટમાં 15 ઓક્ટોબર સુધી નવા કાયદામાંથી છૂટ આપવામાં આવી છે. ત્યાં સુધી જૂના નિયમ પ્રમાણે દંડ વસૂલવાની જાહેરાત કરાઇ છે.

ગુજરાત: વાહનચાલકો માટે વધુ એક જાહેરાત, લાયસન્સને લઇ મોટા સમાચાર

આજે વધુ એક વાહનચાલકો માટે ખુશખબર મળી રહ્યા છે. ગુજરાતના વાહનચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાય ત્યારે ગીયરવાળા વાહનોમાં સૌથી મોટી તકલીફો પડતી હતી. પરંતુ રાજ્યના વાહનચાલકો માટે આજે વાહનવ્યવહાર વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરાઇ છે. હવે રાજ્યનો કોઇ પણ નાગરિક ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઓટોમેટિક કારનો ઉપયોગ કરી શકશે. એટલે કે, તમે લાયસન્સ કઢાવવા જાવ ત્યારે તમારી પાસે ગીયરવાળી ગાડી નહીં હોય તો પણ ચાલશે, તેના બદલામાં તમારે ઓટોમેટિગ કારનો ઉપયોગ કરી શકાશે.

રાજ્યના પરિવહન વિભાગે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ઓટોમેટિક કારનો સમાવેશ કરીને સૌથી મોટી જાહેરાત કરી છે. જેના કારણે હવે ઓટોમેટિક ગિયરવાળી કાર વડે હવે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે, તેમાં તમને હવે કોઇ રોકી નહીં શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી નાગરિકોને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓ દ્વારા જે ટેસ્ટ લેવામાં આવતો હતો, ત્યારે ગીયરવાળી કારનો ઉપયોગ કરવામાં આવતો હતો, ઓટો કારનો સમાવેશ નહોતો થતો, પરંતુ હાલ પરિવહન વિભાગે મોટી જાહેરાત કરીને નાગરિકોને ખુશખબરી આપી છે.