ગુજરાત: નેપાળ ફરીને આવેલા લોકોને સીધા હોસ્પિટલમાં લઇ જવાયા

અટલ સમાચાર,ડેસ્ક ભરૂચનાં વિવિધ ગામનાં લોકો નેપાળનાં પ્રવાસે ગયા હતા. તેઓ આજે રાજ્યમાં પાછા ફર્યા છે. ત્યારે તેમની આખેઆખી બસને સીધી જ સિવિલ હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી. તેમા સવાર તમામ 45 યાત્રીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તમામ પ્રવાસીઓએ તંત્રને સહકાર આપીને પોતાની તપાસ કરાવી દીધી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગુજરાત: નેપાળ ફરીને આવેલા લોકોને સીધા હોસ્પિટલમાં લઇ જવાયા

અટલ સમાચાર,ડેસ્ક

ભરૂચનાં વિવિધ ગામનાં લોકો નેપાળનાં પ્રવાસે ગયા હતા. તેઓ આજે રાજ્યમાં પાછા ફર્યા છે. ત્યારે તેમની આખેઆખી બસને સીધી જ સિવિલ હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી. તેમા સવાર તમામ 45 યાત્રીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તમામ પ્રવાસીઓએ તંત્રને સહકાર આપીને પોતાની તપાસ કરાવી દીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી ર૯ પોઝિટીવ કેસો સામે આવ્યા છે. કોરોના વાયરસ સામે તકેદારી દાખવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નેપાળ પ્રવાસ કરીને આવેલા 45 લોકોને તેમના ઘરે નહીં પરંતુ સીધા જ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જોકે, તમામ પ્રવાસીઓએ તંત્રને સહકાર આપીને પોતાની તપાસ કરાવી દીધી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુરતના પાંડેસરામાં રહેતા એક કપલે પોતાના લગ્ન મોકૂફ રાખીને જનજાગૃતિનો અનોખો સંદેશ આપ્યો છે. કપલે પોતાના લગ્નમાં થનારી ભીડને ટાળવા માટે 28 અને 29મી માર્ચે યોજનારા લગ્ન મોકૂફ રાખ્યા છે. પાંડેસરામા રહેતા લગ્નના બંધને બંધાવા જઈ રહેલા મહારાષ્ટ્રીયન ધીરજ સુરેશભાઈ સોનવને (ઉ.વ.આ.23) રહે નાગસેન નગર અને લક્ષ્મી સાહેબરાવ સોનવને(ઉ.વ.આ. 22)નાની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી. બન્નેના માર્ચની 28-29 તારીખના રોજ લગ્ન નક્કી થયા હતાં.