ગુજરાત: PM નરેન્દ્ર મોદી ફરી આવી શકે છે પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

અટલ સમાચાર,ડેસ્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી 130 દેશના NGOને સંબોધન કરશે. ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવતા હોય છે. તાજેતરમાં
 
ગુજરાત: PM નરેન્દ્ર મોદી ફરી આવી શકે છે પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

અટલ સમાચાર,ડેસ્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી 130 દેશના NGOને સંબોધન કરશે. ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવતા હોય છે. તાજેતરમાં જ તેમના જન્મદિવસની ખાસ ઉજવણી કરવા માટે ગુજરાત આવ્યા હતા અને માતાના આશિર્વાદ લઇને પક્ષના પદાધિકારીઓ અને સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવી રહી છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ પાટનગર ગાંધીનગર ખાતે 130 સામાજીક સંસ્થાને ઉદબોધન કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. જોકે, તેમની મુલાકાત માટેની તારીખોની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉમેદવાર છે.