ગુજરાત: આ શહેરમાં સવારના 3 વાગ્યા બાદ ખેડૂતો માટે પણ પ્રતિબંધ

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરા શહેરમાં કોરોનાંના વધતાં જતાં વ્યાપને કારણે સયાજીપુરા માર્કેટયાર્ડ ખાતે અગત્યના નિર્ણય લેવામાં આવ્યો. જેમાં તમામ ખેડૂતોએ તેમની શાકભાજી સવારે 3 વાગ્યા પહેલાં માર્કેટયાર્ડમાં લાવીને ખાલી ખાલી કરવાની રહેશે. 3 વાગ્યા બાદ કોઈપણ ખેડૂતને શાકભાજી સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. માલ ખરીદવા વાળા વાહનોને 4 વાગ્યાથી વાહનોના સો-સોના લોટ વાઈઝ પ્રવેશ આપવામાં આવશે. દરેક વેપારીઓએ આવેલા શાકભાજીનું વેચાણ સવારે 4 કલાકથી કરવાનું રહેશે. આ સાથે ખેડૂતો જે વાહનોમાં આવ્યા હોય તે જ વાહનોમાં પરત ફરવાનું રહેશે. દુકાને માલ ખરીદ કરવા આવનાર વેપારીઓએ ફરજીયાત પણે માસ્ક પહેરેલાં વ્યક્તિને માલ વેચવાનો રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોના પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે. આજે વધુ નવા 55 કેસ સામે આવતા કોરોનાના કુલ કેસ 241 થયા છે. ગતરાતે સુરતમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો હતો.આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.ટોટલ પોઝીટીવ 243 સામે આવ્યા છે. જ્યારે વિદેશ પ્રવાસ 33 કેસ આંતરરાજ્ય 32 લોકલ 176 કેસો સામે આવ્યા છે. સૌથી વધુ પોઝીટીવ કેસ અમદાવાદમાં નોંધાયા છે, જ્યાં 133 કેસો સામે આવ્યા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેના બંને મુખ્ય દરવાજાઓ પર Corona ડીશ ઇન્ફેક્શન યુનિટ મૂકવામાં આવ્યા છે.

File Photo

હાલ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંમાં લોકડાઉન છે ત્યારે કેટલીક સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે લોકોની અવર જવર ચાલુ હોય છે ત્યારે સાવચેતીના ભાગ રુપે પાલિકાની કચેરીમાં બે સ્થળો પર આ યુનિટ મૂકવામાં આવ્યા છે. હાલ વડોદરાના નાગરવાડા અને તાંદલજા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને વડોદરામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ 18 કેસ નોંધાયા છે અને બે લોકોના આ બીમારીના પગલે મોત થયા છે તંત્ર હાલ એલર્ટ પર છે ત્યારે સેવાસદન દ્વારા ખાસ આ યુનિટ મૂકવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code