ગુજરાતઃ પૂજારીએ મંદિરના બગીચામાં ઉગાડ્યા ગાંજાના 37 છોડવાઓ

અટલ સમાચાર, ડેસ્ક નવસારી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલા પૂર્ણેશ્વર નજીકની ગૌશાળા પાસે આવેલા મશાની હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા પૂજારીએ ગાંજાના છોડ ઉગાડ્યા છે. જે બાતમીના આધારે પોલીસે મંદિરના કમ્પાઉન્ડમાં છાપો માર્યો હતો. જ્યાંથી નશાના ઉપયોગમાં લેવાય એવા છોડ મળી આવ્યા હતા. પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતાં કમ્પાઉન્ડમાં ઊગેલા છોડવાઓ
 
ગુજરાતઃ પૂજારીએ મંદિરના બગીચામાં ઉગાડ્યા ગાંજાના 37 છોડવાઓ

અટલ સમાચાર, ડેસ્ક

નવસારી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલા પૂર્ણેશ્વર નજીકની ગૌશાળા પાસે આવેલા મશાની હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા પૂજારીએ ગાંજાના છોડ ઉગાડ્યા છે. જે બાતમીના આધારે પોલીસે મંદિરના કમ્પાઉન્ડમાં છાપો માર્યો હતો. જ્યાંથી નશાના ઉપયોગમાં લેવાય એવા છોડ મળી આવ્યા હતા. પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતાં કમ્પાઉન્ડમાં ઊગેલા છોડવાઓ ગાંજાના હોવાનું ખૂલ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

જેથી પોલીસે ઘટનાસ્થળેથી 58 હજાર 140 રૂપિયાના ગાંજાના કુલ 9 કિલો 690 ગ્રામ વજન ધરાવતા 37 છોડવાઓ કબજે કર્યા હતા. સાથે મંદિરમાં રહેતા પૂજારી શિવકુમાર ગોપીપ્રસાદ કશ્યપની ગાંજાના ગેરકાયદેસર રીતે છોડવાઓ ઉગાડવા મુદ્દે ધરપકડ કરી છે. આ બાબતે જલાલપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.