jayaba kiransinh paramar
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

સરપંચ પરિષદ ગુજરાત દ્વારા રાજ્યના જિલ્લાઓમાં વિવિધ પદોની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, અરવલ્લી જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે રાજપૂત મહિલા સરપંચની નિમણૂંક થતા જિલ્લાવાસીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

જયાબા કિરણસિંહજી પરમારને અરવલ્લી જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે નિમણૂંક કરી સરપંચ પરિષદ ગુજરાતે મોટી જવાબદારી સોંપી છે. તે ઉપરાંત તેઓને જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દાની રૂએ મહિસાગર, સાબરકાંઠા અને અરવલ્લી એમ ત્રણ જિલ્લા સહિત મહિસાગર ઝોન સમિતીના કારોબારી સદસ્ય તરીકે કામગીરી સોંપવામાં આવી છે.

પરિષદના ચેરમેન, વાઈસ ચેરમેન, મહામંત્રી, મંત્રી, સંગઠનમંત્રી, ખજાનચી, પ્રવક્તા, કારોબારી સભ્ય, કાર્યાલય મંત્રી સહિત સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, સરપંચ પરિષદ ગુજરાત દ્વારા રાજ્યના સરપંચોને સંગઠીત કરવા, પ્રશ્નોને વાચા આપવાનું કુશળ કામ કરી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code