ગુજરાતઃ મહિલાને દારૂ પીવડાવી શાળા સંચાલકે મિત્રો સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર, ડેસ્ક સુરતના મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તળાવિયા અને તેના મિત્રોએ એક વિધવા મહિલા પર ફાર્મ હાઉસમાં ગેંગરેપ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ થતા હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે પરેશ તળાવિયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના ત્રણ મહિના જૂની
 
ગુજરાતઃ મહિલાને દારૂ પીવડાવી શાળા સંચાલકે મિત્રો સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તળાવિયા અને તેના મિત્રોએ એક વિધવા મહિલા પર ફાર્મ હાઉસમાં ગેંગરેપ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ થતા હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે પરેશ તળાવિયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના ત્રણ મહિના જૂની છે જેમાં મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે.

આ કેસની ફરિયાદી મહિલા મૂળ ગોંડલની રહેવાસી છે. તેનું લગ્ન સુરતમાં થયું હતું પરંતુ પતિની દારૂ પીવાની અને માર મારઝૂડથી કંટાળી તેણે છૂટાછેડા લીધા હતા અને પુત્ર તેમજ પુત્રીના અભ્યાસ માટે એકલી રહેતી હતી. દરમિયાન અમરેલી લાઠી નજીક ગામના વતની પરેશ તળાવિયા કે જે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક છે અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની સાથે મહિલાનો પરિચય થયો હતો. પરેશે યુવતીને ઘર ચલાવવામાં આર્થિક રીતે મદદરૂપ બની તેનો વિશ્વાસ હાસંલ કરી લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહિલાનો આક્ષેપ છે કે પરેશે મોડી રાત્રે નશાની હાલતમાં યુવતીના ઘરે આવ્યો હતો અને તેના પુત્રી અને પુત્રની હાજરીમાં જ યુવતીની છેડતી કરી હતી જોકે આ બાબતનો સંતાનોએ વિરોધ કરતાં સંચાલકે પુત્રને ઢોર મારમારી હથિયાર બતાવીને બીજા રૂમમાં પૂરી દીધો હતોત્યારબાદ પરેશે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ છે. દરમિયાન પરેશે મહિલાનો વીડિયો ઉતારી લીધો હતો અને ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા હતા. ત્યારબાદ શાળાના સંચાલકે યુવતીને તેમના વીડિયો અને ફોટા આપી સમાધાન કરવાના બહાને ફાર્મ હાઉસ પર લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી એને બાંધી દારૂ પીવડાવી સંચાલકોએ મિત્ર સાથે મળીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

ગુજરાતઃ મહિલાને દારૂ પીવડાવી શાળા સંચાલકે મિત્રો સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ
file photo

ત્યારબાદ યુવતીને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને યુવતીના ગુપ્ત ભાગે દારૂની બોટલો થી ઇજા કરી હતી જેથી યુવતી બેભાન થઈ ગઈ હતી અને આ નરાધમો યુવતીને ફાર્મ હાઉસના રૂમમાં પૂરીને ફરાર થઈ ગયા હતા. રાત્રે ભાનમાં આવ્યા બાદ મહિલાએ તેની પુત્રીને ફોન કરી મદદ માટે બોલાવી હતી જેથી પુત્રી અને તેના પુત્ર યુવતીના સંબંધી સાથે પાના ઉપર આવીને યુવતીને બચાવી લીધી હતી. જોકે સંતાનોનું ભવિષ્ય ન બગડે અને સમાજમાં બદનામીના ડરથી તે પોલીસ ફરિયાદ કરી ન હતી. જોકે, મહિલાના જણાવ્યા મુજબ ગેંગરેપ કર્યા બાદ આરોપીઓનો ત્રાસ વધી જતાં અંતે યુવતીએ સમગ્ર મામલાની જાણ તેના પરિવારજનોને કરતા પરિવારજનો સાથે મળીને સંચાલક અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.