ગુજરાતઃ સ્કુલ ડ્રાઈવરે સ્પિડે બસ હંકારતા 7 વર્ષની વિદ્યાર્થિનીનું કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરૂકુલની સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું શાળાની બસનાં ટાયર નીચે આવતા મોત નીપજ્યું છે. ચિત્રા સ્વામિનારાયણ ગુરૂકુલની સ્કૂલ બસમાંથી વિદ્યાર્થિની નીચે ઉતરી રહી હતી. ત્યારે બસ ડ્રાઈવરે ફૂલ સ્પિડે બસ હંકારતા ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બસનાં ટાયર નીચે આવી ગઈ હતી. જ્યાં ઘટના સ્થળે જ 7 વર્ષની વિદ્યાર્થિનીનું
 
ગુજરાતઃ સ્કુલ ડ્રાઈવરે સ્પિડે બસ હંકારતા 7 વર્ષની વિદ્યાર્થિનીનું કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરૂકુલની સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું શાળાની બસનાં ટાયર નીચે આવતા મોત નીપજ્યું છે. ચિત્રા સ્વામિનારાયણ ગુરૂકુલની સ્કૂલ બસમાંથી વિદ્યાર્થિની નીચે ઉતરી રહી હતી. ત્યારે બસ ડ્રાઈવરે ફૂલ સ્પિડે બસ હંકારતા ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બસનાં ટાયર નીચે આવી ગઈ હતી. જ્યાં ઘટના સ્થળે જ 7 વર્ષની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ આખી દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ દુર્ઘટનાને કારણે બાળકીનાં પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાત વર્ષની બાળકીને ટક્કર મારીને શાળાની બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. ગઇકાલે બનેલી આ ઘટનામાં આજે બીજે દિવસે પણ પરિવારે બાળકીનો મૃતદેહ સ્વીકાર્યો નથી. પરિવારે બસનાં ડ્રાઇવર પર આરોપ લગાવ્યો છે કે, બસ ડ્રાઇવર નશાની હાલતમાં હતો. અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. અમને જલ્દી ન્યાય મળવો જોઇએ. જ્યાં સુધી ફરાર ડ્રાઇવરની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. આ અંગે સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.