ગુજરાતઃ આ સ્થળે મંદિરમાં શિવજીને જીવતા કરચલા ચઢાવવામાં આવે છે

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં આજ રોજ રૂંધનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફૂલહારની જગ્યાએ જીવતા કરચલા ચઢાવવામાં આવે છે. રૂંધનાથ મહાદેવ નામના આ મંદિર આજ રોજ લોકો અલોક દર્શન કરવા માટે આવતા હોય છે. જે લોકો શારીરિક રૂપથી કોઈને કોઈ બીમારીથી પીડિત હોય અને તેમા પણ ખાસ જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તે લોકો આજના
 
ગુજરાતઃ આ સ્થળે મંદિરમાં શિવજીને જીવતા કરચલા ચઢાવવામાં આવે છે

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં આજ રોજ રૂંધનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફૂલહારની જગ્યાએ જીવતા કરચલા ચઢાવવામાં આવે છે. રૂંધનાથ મહાદેવ નામના આ મંદિર આજ રોજ લોકો અલોક દર્શન કરવા માટે આવતા હોય છે. જે લોકો શારીરિક રૂપથી કોઈને કોઈ બીમારીથી પીડિત હોય અને તેમા પણ ખાસ જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તે લોકો આજના દિવસે શિવલિંગ પર કરચલા ચઢાવતા હોય છે.

શું તમે ક્યારેય ભગવાનને જીવતા કરચલા ચડતા જોયા છે? શું તમે ક્યારેય મરી ગયેલા લોકોની ઈચ્છા એમના મોત બાદ પૂરી થતા જોઈ છે? આજે આપણે ગુજરાતના સુરત શહેરમાં જઈએ, જ્યાં એવું જોવા મળ્યું જેની કલ્પના પણ નથી કરી શકાતી. સુરતમાં ભગવાન શિવને ભક્તો પોતાની મનોકામના પૂરી થતા વર્ષમાં એકવાર જીવતા કરચલા ચઢાવે છે. એટલું જ નહીં આજના દિવસે સ્મશાન ઘાટ પર મૃત્ય પામનાર લોકોના પરિવાર મૃતકોની ઇચ્છા પ્રમાણે તેમની મનગમતી ખાવા-પીવાની વસ્તુઓ અર્પણ કરે છે.

ગુજરાતઃ આ સ્થળે મંદિરમાં શિવજીને જીવતા કરચલા ચઢાવવામાં આવે છે
file photo

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવું કરવા પાછળનું કારણ એવું હોય છે કે ભગવાન શિવજી તેમની મનોકામના પૂરી કરે. ગત વર્ષે જેમની મનોકામના પૂરી થઈ હોય તેમજ જે લોકો પોતાની મનોકામના પૂરી થઈ હોય તે લોકો ભગવાન શિવને કરચલા ચઢાવે છે. સામાન્ય રીતે તમે દેશના મંદિરોમાં ફૂલહાર ચઢતા જોયા હશે, પણ જીવતા કરચલા ચડતા તમે પહેલીવાર જોયા હશે. આ મંદિર આખા દેશનું પહેલું એવું મંદિર હશે જેમાં ભગવાનને ખુશ કરવા જીવતા કરચલા ચઢે છે. હવે આને શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા પરંતુ દર વર્ષે આજના દિવસે આ મંદિર લોકો ભગવાનને જીવતા કરચલા ચઢાવે છે.

રૂંધનાથ શિવ મંદિર ખાતે કરચલા ચઢાવવાની પરંપરા વર્ષો જૂની છે. કરચલા ચઢાવી ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી કરાવા પાછળ એક દંતકથા પણ છે. આ મંદિરમાં ભગવાન રામે વનવાસ દરમિયાન શિવજીની આરાધના કરી હતી. ત્યારથી આ મંદિરનું અસ્તિત્વ છે. કહેવામાં આવે છે કે આદિકાળમાં મંદિરની જગ્યા પર દરિયો વહેતો હતો. આ સમયે કંઈક એવી ઘટના બની હતી ત્યારથી મંદિરમાં કરચલા ચઢાવવાની પરંપરા ચાલતી આવે છે.

આજ મંદિરની નજીક આવેલ રામઘેલા નામના સ્મશાન ઘાટમાં મૃત્યું પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન આજના દિવસે સ્મશાન ઘાટમાં તેમની અંતિમક્રિયા કરી હોય તે જગ્યા પર આવીને પૂજાપાઠ કરે છે. આ ઉપરાંત મૃતકને ભાવતી વસ્તુઓ અર્પણ કરે છે. દા.ત. મૃતક બીડી, સિગારેટ કે દારૂ પીવાનો શોખીન હોય કે પછી ખાવાની કોઈ વસ્તુનો શોખીન હોય તો મૃતકના પરિવારજનો સ્મશાન ઘાટ પર આવીને આ વસ્તુઓ અર્પણ કરતા હોય છે. લોકોની માન્યતા એ છે કે આજના દિવસે મૃતકની પસંદગીની વસ્તુઓ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળતી હોય છે.