આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

દેશભરમાં શરૂ થયેલા લોકસભા ચૂંટણીના પર્વમાં ગુજરાતમાં મંગળવાર સૌથી વધુ મહત્વનો છે. 23 એપ્રિલે ગુજરાતની 26 બેઠકોની ચૂંટણી હોવાથી રાજ્યની મોટાભાગની સરકારી બસ ફાળવવામાં આવી છે. આથી નાગરિકોએ સોમ અને મંગળ બહારગામ મુસાફરી કરવાનું ટાળવું હિતાવહ બની શકે. જાણો પૂરી વિગત..

રાજ્ય એસટી માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તા. 22થી 23 એપ્રિલ એટલે કે સોમવારે અને મંગળવાર માટે ગામડાઓના તમામ રૂટ રદ્દ કરી દેવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીના કારણે આગામી બે દિવસ માત્ર હાઇવે રૂટ ચાલુ રહેશે.

જોકે હાઈવેની પણ એક્સપ્રેસ બસો જરૂરી સંખ્યામાં દોડાવવામાં આવશે. આથી બે દિવસ સરકારી બસનો સરેરાશ 70% વ્યવહાર ચૂંટણીમાં જશે. આવી સ્થિતિમાં મુસાફરોએ બે દિવસ સરકારી બસનાં ભરોસે મુસાફરી કરવાનું ટાળવું હિતાવહ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણી તંત્ર દ્વારા સરકારી બસનો ઉપયોગ ઈવીએમ મશીનની હેરાફેરી કરવા માટે કરવામાં આવશે. આથી બે દિવસ નિગમની બસો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બનશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code