ઝાટકણી@ગુજરાત: સુપ્રિમ કોર્ટે કોવિડ ગાઇડલાઇનના ભંગ મામલે રાજ્ય સરકારને ઝાટકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સુપ્રિમ કોર્ટે કોવિડ ગાઇડલાઇનના ભંગ મામલે ગુજરાત સરકારની ઝાટકણી કરી છે. ગુજરાતમાં ઉત્તરાયણ પર કોરોના ગાઇડલાઇનના ભંગને લઇને સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે. કોર્ટે રાજ્યના ગૃહસચિવને કોરોના ગાઇડલાઇનના પાલન વિશેની એફિડેવિટ અંગે જણાવ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગુજરાત હાઇકોર્ટના કોરોના ગાઇડલાઇનના વિશેના નિર્દેશ
 
ઝાટકણી@ગુજરાત: સુપ્રિમ કોર્ટે કોવિડ ગાઇડલાઇનના ભંગ મામલે રાજ્ય સરકારને ઝાટકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુપ્રિમ કોર્ટે કોવિડ ગાઇડલાઇનના ભંગ મામલે ગુજરાત સરકારની ઝાટકણી કરી છે. ગુજરાતમાં ઉત્તરાયણ પર કોરોના ગાઇડલાઇનના ભંગને લઇને સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે. કોર્ટે રાજ્યના ગૃહસચિવને કોરોના ગાઇડલાઇનના પાલન વિશેની એફિડેવિટ અંગે જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત હાઇકોર્ટના કોરોના ગાઇડલાઇનના વિશેના નિર્દેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. 2જી ડિસેમ્બરના રોજ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, માસ્ક નહી પહેરનારાઓને કોવિડ સેન્ટરમાં સેવા માટે મોકલો. જેને લઇને હાઇકોર્ટના નિર્દેશની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ નિર્દેશ સામે ત્રીજી ડિસેમ્બરે સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ લીવ પીટીશનની સુનાવણી દરમ્યાન રાજકીય પક્ષોના મેળાવડાને લઇને નારાજગી દર્શાવી હતી. સુપ્રીમે ટકોર કરતાં જણાવ્યું કે દેશના દરેક રાજકીય પક્ષો ઉજાણીના મૂડમાં જ હોય છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સુપ્રિમ કોર્ટે રાજ્યમાં ઉત્તરાયણ પર કોરોના ગાઇડલાઇનના ભંગને લઇને નિર્દેશને લઇને રાજ્યના ગૃહસચિવને કોરોના ગાઇડલાઇનના પાલન વિશેની એફિડેવીટ કરવા જણાવ્યું છે. સુપ્રીમે નિર્દેશ કર્યો કે, રાજકીય પક્ષોના પ્રમુખોએ તેમના કાર્યકરોને ગાઇડલાઇનનું પાલન કરવા કહેવું જોઇએ. સામાજિક અંતરના ભંગના 10 ઉદાહરણો અમે આપી શકીએ છીએ.