ગુજરાત: સુરેન્દ્રનગર 44.8 ડિગ્રી સાથે સૌથી હોટેસ્ટ જિલ્લો, હજુ પડશે ભારે ગરમી

અટલ સમાચાર,ગાંધીનગર સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી શનિવારે અને રવિવારે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. શુક્રવારે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું હતું, આ સાથે જ સુરેન્દ્રનગર શુક્રવારે સૌથી હોટેસ્ટ જિલ્લો બન્યો હતો. અમદાવાદ હવામાન વિભાગે કરી વધુ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ તથા ત્રણ દિવસ યલો
 
ગુજરાત: સુરેન્દ્રનગર 44.8 ડિગ્રી સાથે સૌથી હોટેસ્ટ જિલ્લો, હજુ પડશે ભારે ગરમી

અટલ સમાચાર,ગાંધીનગર

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી શનિવારે અને રવિવારે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. શુક્રવારે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું હતું, આ સાથે જ સુરેન્દ્રનગર શુક્રવારે સૌથી હોટેસ્ટ જિલ્લો બન્યો હતો.

ગુજરાત: સુરેન્દ્રનગર 44.8 ડિગ્રી સાથે સૌથી હોટેસ્ટ જિલ્લો, હજુ પડશે ભારે ગરમી

અમદાવાદ હવામાન વિભાગે કરી વધુ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ તથા ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. ઉત્તરીય અરબી સમુદ્રમાં રચાયેલા હાઈ પ્રેશરથી ગરમીમાં વધારો થયો છે. આગામી ચાર દિવસ ગરમી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જેને પગલે રાજ્યમાં અમદાવાદ સહિત 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો છે.

બોટાદમાં શુક્રવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. તો કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલની સમસ્યા જોવા મળી હતી.

સુરેન્દ્રનગરનું તાપમાન 44.8 ડિગ્રી
રાજકોટનું તાપમાન 43.7 ડિગ્રી
પાટનગર ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી
અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી