બ્રેકિંગ: અલ્પેશના કંટ્રોલમાં નથી રહી ઠાકોર સેના, ભાજપ-કોંગ્રેસ મૂંઝવણમાં

અટલ સમાચાર, મહેસાણા એક બે મહિનાના અંતરાલમાં અલ્પેશ ઠાકોર અને તેઓની ઠાકોર સેના વારંવાર ભાજપ અને કોંગ્રેસને મૂંઝવણમાં નાખી રહી છે. જેનાથી ઠાકોરસેનાના પાયાના કાર્યકરો ચૂંટણીમાં કયા પક્ષમાં જવું તે નક્કી કરી શકતા નથી. હકીકત અલ્પેશના કોંગ્રેસમાં જોડાયા બાદ ઠાકોર સેનાનાં સત્તાધીશો વધુ પાવરફુલ બની ગયા છે. જેનાથી અલ્પેશ ખુબ સેના ઉપરનું પ્રભુત્વ ગુમાવી રહ્યા
 
બ્રેકિંગ: અલ્પેશના કંટ્રોલમાં નથી રહી ઠાકોર સેના, ભાજપ-કોંગ્રેસ મૂંઝવણમાં

અટલ સમાચાર, મહેસાણા

એક બે મહિનાના અંતરાલમાં અલ્પેશ ઠાકોર અને તેઓની ઠાકોર સેના વારંવાર ભાજપ અને કોંગ્રેસને મૂંઝવણમાં નાખી રહી છે. જેનાથી ઠાકોરસેનાના પાયાના કાર્યકરો ચૂંટણીમાં કયા પક્ષમાં જવું તે નક્કી કરી શકતા નથી. હકીકત અલ્પેશના કોંગ્રેસમાં જોડાયા બાદ ઠાકોર સેનાનાં સત્તાધીશો વધુ પાવરફુલ બની ગયા છે. જેનાથી અલ્પેશ ખુબ સેના ઉપરનું પ્રભુત્વ ગુમાવી રહ્યા છે.

ઠાકોર સેનાના નિર્ણયોને પગલે ફરી એકવાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડવાના અણસાર આવી રહ્યા છે. હકીકતે લોકસભા ચૂંટણીના કેટલાક દિવસો અગાઉ અલ્પેશે જાહેર કર્યું હતું કે કોંગ્રેસમાં જ રહેવાનો છું, આથી ભાજપમાં જવાનો કોઈ પ્રશ્ન નથી.

જોકે મંગળવારે ઠાકોર સેનાના સત્તાધીશોએ બેઠક બોલાવી કેટલીક બાબતો જાહેર કરતા ફરી એકવાર અલ્પેશનું ભાજપમાં જવાનું ભૂત ઊભું થયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઠાકોર સેનાના સત્તાધીશો અને અલ્પેશ વચ્ચે ધીમે ધીમે અંતર વધી રહ્યું છે. અલ્પેશના નિર્ણય અને કાર્યશૈલી ઠાકોર સેનાના સત્તાધીશો મંજૂર રાખતા નથી.

ઠાકોર સેનામાં પણ તાજેતરમાં બે ફાંટીયા પડી ગયા હોઇ નવું સંગઠન ઊભું થયું છે. ઠાકોર સેનાના પૂર્વ હોદ્દેદાર રમેશ ઠાકોરે ગણતરીના દિવસો પહેલાં એક નવું સંગઠન બનાવી અલ્પેશ ઠાકોરને ફટકો આપ્યો છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે, ભાજપ અલ્પેશ ઠાકોરને મજબૂર કરી શકે અથવા ઠાકોરસેના ઉપર અલ્પેશનો પ્રભાવ હજુ વધુ ઘટાડી શકે છે.