ગુજરાતઃ કોરોના વૉરિયર્સના પ્રોત્સાહન માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી કૉરોના વૉરિયર્સ એટલે કે કોરોનાના દર્દીઓ સાથે રહીને કામ કરતા મેડિકલ/પેરામેડિકલ સ્ટાફ અંગે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તેમને જો કોરોનાનો ચેપ લાગે તો તેમના માટે હૉસ્પિટલોમાં બેડ રિઝર્વ રાખવામાં આવશે. નોંધનીય છે કે કોરોના વાયરસ COVID-19ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી
 
ગુજરાતઃ કોરોના વૉરિયર્સના પ્રોત્સાહન માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી કૉરોના વૉરિયર્સ એટલે કે કોરોનાના દર્દીઓ સાથે રહીને કામ કરતા મેડિકલ/પેરામેડિકલ સ્ટાફ અંગે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તેમને જો કોરોનાનો ચેપ લાગે તો તેમના માટે હૉસ્પિટલોમાં બેડ રિઝર્વ રાખવામાં આવશે. નોંધનીય છે કે કોરોના વાયરસ COVID-19ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડિસિઝ એક્ટ 1897 અન્વયે તાઃ 13-03-2020ના જાહેરનામાથી ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન- 2020 લાગુ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, કોરોના વૉરિયર્સ તરીકે રાત-દિવસ ખંતથી કાર્ય કરતા તમામ સ્ટાફને પોતાની ફરજો બજાવવા પ્રોત્સાહન મળી રહે અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે જે સરકારી હોસ્પિટલમાં 100 બેડ હોય ત્યાં 5 બેડ અને જ્યાં 100 કરતાં વધુ બેડ હોય ત્યાં 10 બેડ ડૉક્ટરો તથા હેલ્થકેર વર્કર (સરકારી / ખાનગી સહિત ) માટે રિઝર્વ રાખવાના રહેશે.  પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે. કોવિડ હૉસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં હોસ્પિટલના સ્ટાફને પણ કોવિડ-19ના સંક્રમણનું જોખમ રહેલું છે.

આ રિઝર્વ રખાયેલા બેડમાં જ્યારે પણ મેડિકલ/પેરામેડિકલ સ્ટાફ આવે ત્યારે અગ્રીમતાના ધોરણે બેડ ફાળવવાના/આપવાના રહેશે. જો તેઓ આવ્યા ન હોય અને બેડ ખાલી હોય તો સામાન્ય પ્રજાજન/દર્દીને બેડ ફાળવવાના રહેશે. આ બેડ રિઝર્વ રાખવા અંગે સબંધિત જિલ્લાના કલેક્ટરના પરામર્શમાં રહી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.