ગુજરાત: આ જગ્યાએ પુત્રીની લાલસામાં નવજાત પુત્રને તરછોડ્યાની ઘટના

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ભલભલા વિચારમાં પડી જશે. કારણકે જો પુત્રી જન્મ થાય તો તેને ત્યજી દેવાની ઘટના અનેક વખત સામે આવી છે પણ પુત્રીની આશા વચ્ચે પુત્ર જન્મ થતા તેને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. પોલીસે માતા પિતાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ
 
ગુજરાત: આ જગ્યાએ પુત્રીની લાલસામાં નવજાત પુત્રને તરછોડ્યાની ઘટના

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ભલભલા વિચારમાં પડી જશે. કારણકે જો પુત્રી જન્મ થાય તો તેને ત્યજી દેવાની ઘટના અનેક વખત સામે આવી છે પણ પુત્રીની આશા વચ્ચે પુત્ર જન્મ થતા તેને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. પોલીસે માતા પિતાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીંગણપોરનાં વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડવાનો અવાજ આવ્યો હતો. જ્યાં તપાસ કરતા ત્યાંથી નવજાત શિશુને ત્યજી દેનારા નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસે સફળતા મેળવી છે. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતનાં સીંગણપોર ગામનાં ટેકરા ફળિયામાં એક અઠવાડિયા પહેલા એક યુવાન રાત્રે આઠેક વાગ્યાનાં અરસામાં વણઝારા વાસની પાછળ તાપી નદીનાં કિનારે બેસવા ગયો હતો. ત્યારે એક યુવકને રાત્રિનાં ઘોર અંધકારમાં કડકડતી ઠંડી વચ્ચે માસુમનાં રડવાનો અવાજ સંભળાયો હતો. તે યુવાને તે જગ્યા પર જઇને તપાસ્યું કે, એક દિવસનું તાજુ જન્મેલું માસુમ બાળક ઝાડી-ઝાંખરામાં ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યું હતું. જે બાદ તેમને તાતકાલિક પોલીસને જાણકારી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જોકે પોલીસ તપાસમાં આ બાળક ત્યાંજ રહેતા ટ્રક ડાઇવર મંગુભાઇ નરસિંહ વણઝારા અને ગંગાબેન મંગુભાઇ વણઝારાનું હોવાની વિગત સામે આવતા પોલીસે આ દંપતીની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી. આ દંપતીએ કબૂલાત કરી હતી કે, લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનમાં ત્રણેય બાળક હતા. દંપતીને પુત્રી જન્મશે તેવી આશા હતી પરંતુ બાળક જન્મ થતાં માસુમને ત્યજી દીધું હતું.