ગુજરાત: શાળાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને હેલ્મેટનું મફતમાં વિતરણ કર્યું

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકાર દ્વારા ફરી એકવાર રાજ્યમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ પોલીસ દ્વારા બે દિવસ પહેલા ટ્વિટરના માધ્યમથી કારમાં સિલ્ટ બેલ્ટ પણ ફરજીયાત કરી દેવાની માહિતી અપાઇ છે. ત્યારે અમદાવાદ શહેરનાં જોધપુર વિસ્તારમાં આવેલી કામેશ્વર સ્કૂલ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. અહીં ભણતા
 
ગુજરાત:  શાળાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને હેલ્મેટનું મફતમાં વિતરણ કર્યું

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકાર દ્વારા ફરી એકવાર રાજ્યમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ પોલીસ દ્વારા બે દિવસ પહેલા ટ્વિટરના માધ્યમથી કારમાં સિલ્ટ બેલ્ટ પણ ફરજીયાત કરી દેવાની માહિતી અપાઇ છે. ત્યારે અમદાવાદ શહેરનાં જોધપુર વિસ્તારમાં આવેલી કામેશ્વર સ્કૂલ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. અહીં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ફ્રીમાં હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત:  શાળાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને હેલ્મેટનું મફતમાં વિતરણ કર્યું

કામેશ્વર સ્કૂલનાં આચાર્ય જિગ્નેશ પંડ્યાએ જણાવ્યું હતુ કે, કામેશ્વર એજ્યુકેશન, રાગ અને ટ્રેક્ષ એન્જીઓના સંયુક્ત ઉપક્રમે ધોરણ 5,6,7 ના 125 વિદ્યાર્થીઓ અને તેમના 125 વાલીઓને કુલ 250 હેલ્મેટ વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત 3 લાખ રૂપિયા છે. આ પાછળનો મુખ્ય ઉદેશ્ય અને હેતુ વિદ્યાર્થીઓનાં માધ્યમથી નાગરિકો પોતાના જીવનનું મુલ્ય સમજે અને જ્યારે પણ ટુ વ્હિલ ચલાવે ત્યારે ફરજીયાત હેલ્મેટ પોતે અને પાછળ બેઠેલા બાળકને પણ હેલ્મેટ પહેરે. તો અકસ્માતનાં કિસ્સાઓમાં મૃત્યુ થાય છે તેમાં જીવન બચાવી શકાય.