ગુજરાતઃ શિક્ષિકા તેના જ ક્લાસમાં ભણતાં વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી ભાગી ગઇ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત રાજ્ય સરકારના એક અધિકારી ગાંધીનગર પહોંચ્યા હતા. અને ફરિયાદ નોંધી કે તેમના 14 વર્ષના છોકરાને તેની 26 વર્ષીય ક્લાસ ટીચર તેને ભગાડી ગઈ છે. આ ઘટના સાંભળી ગાંધીનગર પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. ઉદ્યોગ ભવનમાં કામ કરતા આ અધિકારીએ કહ્યું કે મહિલા ટીચરે તેના પુત્રને લલચાવી ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગઈ
 
ગુજરાતઃ શિક્ષિકા તેના જ ક્લાસમાં ભણતાં વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી ભાગી ગઇ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત રાજ્ય સરકારના એક અધિકારી ગાંધીનગર પહોંચ્યા હતા. અને ફરિયાદ નોંધી કે તેમના 14 વર્ષના છોકરાને તેની 26 વર્ષીય ક્લાસ ટીચર તેને ભગાડી ગઈ છે. આ ઘટના સાંભળી ગાંધીનગર પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. ઉદ્યોગ ભવનમાં કામ કરતા આ અધિકારીએ કહ્યું કે મહિલા ટીચરે તેના પુત્રને લલચાવી ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગઈ છે. શુક્રવારે સાંજે 4 વાગ્યા બાદ તેનો દીકરો ગૂમ છે અને તપાસ કરતા ક્લાસ ટીચર પણ ગુમ છે.

પોલીસે જણાવતા કહ્યું હતું કે, “છેલ્લા એક વર્ષથી છોકરા અને તેની ક્લાસ ટીચર વચ્ચે કથિતરુપે અંતરંગ સંબંધ હોવાની વાત સામે આવ્યા બાદ હાલમાં જ સ્કૂલ ઓથોરિટી દ્વારા પણ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો.” પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, “તેમનો આ સંબંદ સામાજીક દ્રષ્ટીએ અનૈતિક હોવાના કારણે બંને શુક્રવારે ઘર છોડીને ભાગી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાથે-સાથે અધિકારીએ વધુમાં કહ્યું કે ભાગ્યે જ એવા કેસ જોવા મળે છે જેમાં મહિલા શિક્ષિકા તેના ટીનેજ વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હોય. કલોલ પોલીસે આ કેસમાં IPCની કલમ 363 અંતર્ગત FIR નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. FIR મુજબ શિક્ષિકા કલોલ ગામના દરબારી ચોલમાં રહેતી હતી.

વિદ્યાર્થીના પિતાએ FIRમાં જણાવતા કહ્યું છે કે, “જ્યારે સાંજે 7 વાગ્યે હું પહોંચ્યો તો જોયું કે ઘરમાં દીકરો નહોતો જેથી પત્નીને પૂછતા તેણે જણાવ્યું કે તે સાંજે 4 વાગ્યે થોડીવારમાં આવવાનું કહીને બહાર ગયો છે. અમે ત્યારબાદ આસપાસ અને સંબંધીઓને ત્યાં તપાસ કરી પરંતુ ક્યાંથી કશું જ જાણવા મળ્યું નહોતું. ત્યારબાદ તેમણે વધુમાં જણાવતા હતું કે “ત્યારબાદ તેઓ શિક્ષિકાના ઘરે પણ ગયા હતા પરંતુ ત્યાં પણ કોઈ નહોતું.” પોલીસે કહ્યું કે, “ગુમ થયેલા શિક્ષિકા અને વિદ્યાર્થી સાથે સેલ ફોન ન લઈ ગયા હોવાથી શોધવામાં મુશ્કેલી આવી રહી છે.”