ગુજરાતઃ દહેજમાં આપવાના સોના-ચાંદીના 15 કિલોના દાગીના ચોરાતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે વતન ગયો હતો ત્યારે તસ્કરો તેમના ઘરને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પિતાએ પુત્રીના લગ્ન માટે દહેજમાં આપવા માટે જે તિજોરીમાં ચાંદી મૂકી હતી તે તિજોરી ગેસ કટર વડે કાપીને 15 કિલો ચાંદીની ચોરી કરી હતી જોકે આ ઘટનાની જણકારી મળતા
 
ગુજરાતઃ દહેજમાં આપવાના સોના-ચાંદીના 15 કિલોના દાગીના ચોરાતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે વતન ગયો હતો ત્યારે તસ્કરો તેમના ઘરને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પિતાએ પુત્રીના લગ્ન માટે દહેજમાં આપવા માટે જે તિજોરીમાં ચાંદી મૂકી હતી તે તિજોરી ગેસ કટર વડે કાપીને 15 કિલો ચાંદીની ચોરી કરી હતી જોકે આ ઘટનાની જણકારી મળતા વતનથી સુરત ખાતે દોડી આવેલા પરિવારને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન નજીકના સુંદર નગર ખાતે તસ્કરો ચોરી કર્યાની ઘટના સામે આવી છે. ભેસ્તાનના સુંદરનગરના ફ્લેટ નંબર ઈ-105માં રહેતા પ્રમોદસીંગ રામઆજ્ઞાસીંગ રાજપૂત ઈન્સ્યોરન્સના કામ સાથે સંકળાયેલા છે. તેઓ1 ફેબ્રુઆરીના રોજ પરિવાર સાથે વતન ઈસરોલી, જિલ્લો દેવરીયા ઉત્તરપ્રદેશ જવા નીકળ્યાં હતાં વતનમાં ભત્રિજીના લગ્ન હતાં જેને લઇને પરિવાર સાથે ગયા હતા જોકે બંધ ફ્લેટને તસ્કરોએ નીશાન બનાવ્યો હતો.

પ્રમોદસીંગ પોતાના મકાનમાં ચોરીના સમાચાર મળતા તે સુરત દોડી આવ્યા હતા અને ઘરે આવી તપાસ કરતા તસ્કરોએ મકાનની લોખંડની ગ્રીલને મારેલું તાળું તથા દરવાજાને મારેલું તાળું નકુચા સાથે તોડી નાખી મકાનમાં પ્રવેશ કરી મકાનના કબાટના દરવાજા તથા લોકર તોડી સોના ચાંદીના દાગીના તથા ચાંદીની અલગ અલગ લગડીઓ વજન આશરે 13 કિલો અને બે કિલો ચાંદીના સિક્કાની ચોરી કરી હતી .