ગુજરાત: આ યાત્રાધામના 3 ટ્રસ્ટીઓએ 70% ચાંદી ગાયબ કર્યાનો આક્ષેપ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં આવેલા પાવાગઢ કાલિકા માતાજીના મંદિરમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. લોકો પોતાની મનોકામના પૂર્ણ થાય એટલે માતાજીને સોના-ચાંદી સહિતની ધાતુનું દાન અર્પણ કરે છે ત્યારે આ મંદિરમાં ભક્તો દ્વારા માતાજીને અર્પણ કરવામાં આવેલા ચાંદીને ટ્રસ્ટીઓ દ્વારા ઓળગવવામાં આવતા તેમાંથી 70% ચાંદી ગાયબ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. હવે
 
ગુજરાત: આ યાત્રાધામના 3 ટ્રસ્ટીઓએ 70% ચાંદી ગાયબ કર્યાનો આક્ષેપ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં આવેલા પાવાગઢ કાલિકા માતાજીના મંદિરમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. લોકો પોતાની મનોકામના પૂર્ણ થાય એટલે માતાજીને સોના-ચાંદી સહિતની ધાતુનું દાન અર્પણ કરે છે ત્યારે આ મંદિરમાં ભક્તો દ્વારા માતાજીને અર્પણ કરવામાં આવેલા ચાંદીને ટ્રસ્ટીઓ દ્વારા ઓળગવવામાં આવતા તેમાંથી 70% ચાંદી ગાયબ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. હવે આ મુદ્દો ફરી એક વાર ઉચકાયો છે. ટ્રસ્ટીઓ સામે થયેલી સિવિલ પીટીશનમાં સત્તાધીશો દ્વારા કોઈ પણ પગલા ન લેવામાં આવતા હવે આ બાબતે એક ક્રિમીનલકેસ એપ્લીકેશન કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાલિકા મંદિરના વર્તમાન સેક્રેટરી રાજુ ભટ્ટ, ટ્રસ્ટી પરેશ પટેલ અને જીગ્નેશ ભટજીએ સાથે મળીને કાલિકા મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા 579 કિલો ચાંદી ઓળગવવામાં આવ્યું ગયુ. આ ચાંદી ઓગાળવામાં 70% ઘટ આવતા આ ત્રણેય ટ્રસ્ટીઓ સામે ચાંદી ગાયબ કર્યાના આક્ષેપ સાથે મંદિરના દાતા અને ટ્રસ્ટી કૈલાસ કુમાર ઠાકોર દ્વારા સિવિલ પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સત્તાધીશો અને પોલીસ દ્વારા કોઈ પણ તટસ્થ કાર્યવાહી નહીં કરવામાં આવતા વિરલગીરી ગૌસ્વામી દ્વારા એક સ્પેશિયલ ક્રિમીનલ એપ્લીકેશન પીટીશન કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

ગુજરાત: આ યાત્રાધામના 3 ટ્રસ્ટીઓએ 70% ચાંદી ગાયબ કર્યાનો આક્ષેપ

એપ્લીકેશનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કથિત ચાંદી પ્રકરણમાં હાલોલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટી કૈલેશ ઠાકોરનું નિવેદન લેવામાં આવ્યું નથી. સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તેની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી હોવાનું અને આગામી સુનાવણી 20 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. આ બાબતે રજુ ભટ્ટે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા કોર્ટમાં તમામ વિગતો મુકવામાં આવી છે. આમાં કોઈ કૌભાંડ નથી.