ગુજરાત: ઓનલાઇન છેતરપિંડીમાં વેપારીએ ગુમાવ્યા અધધધ.. 11 કરોડ

અટલ સમાચાર,ડેસ્ક દેશભરમાં ઓનલાઇન છેતરપિંડીના અનેક કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે અમદાવાદના એક વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓનલાઇન છેતરપિંડીનો ગુજરાતનો સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે. જુદી-જુદી પોલિસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી હોવાથી ફરીયાદ સાયબર ક્રાઇમમાં
 
ગુજરાત: ઓનલાઇન છેતરપિંડીમાં વેપારીએ ગુમાવ્યા અધધધ.. 11 કરોડ

અટલ સમાચાર,ડેસ્ક

દેશભરમાં ઓનલાઇન છેતરપિંડીના અનેક કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે અમદાવાદના એક વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓનલાઇન છેતરપિંડીનો ગુજરાતનો સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે. જુદી-જુદી પોલિસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી હોવાથી ફરીયાદ સાયબર ક્રાઇમમાં કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અમદાવાદના સેટેલાઇટના વેપારી સાથે રૂપિયા 11 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. જુદી-જુદી પોલિસીમાં રોકાણની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી છે. HDFC ઓફિસના અધિકારીની ઓળખ આપીને છેતરપિંડી કરી છે. તેઓએ અલગ-અલગ વિભાગના ખોટા લેટર બનાવીને છેતરપિંડી આચરી છે. તેઓએ છેતરવા માટે જુદા-જુદા અધિકારીઓના સહી-સિક્કાનો ઉપયોગ કર્યો છે. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.