ગુજરાત: એવી શાળા કે જયાં પહોંચવા શિક્ષકો કરે છે રોપ-વેનો ઉપયોગ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાના મંદિરથી ખાસ પ્રચલિત છે. અહીંયા શિક્ષણની દ્રષ્ટિએ આંખોને આશ્ચર્ય પમાડે એવી એક વાત છે, અને તે છે રાજ્યની સૌથી ઊંચાઈ પર આવેલી સ્કૂલ. અહીંયા આવતા પ્રવાસીઓને વિવિધ સેવાઓ આપતા લોકોના બાળકોને શિક્ષણ મળી રહે એ માટે 864 મીટર ઊંચાઈ પર સ્કૂલ આવેલી છે. પાવાગઢ
 
ગુજરાત: એવી શાળા કે જયાં પહોંચવા શિક્ષકો કરે છે રોપ-વેનો ઉપયોગ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાના મંદિરથી ખાસ પ્રચલિત છે. અહીંયા શિક્ષણની દ્રષ્ટિએ આંખોને આશ્ચર્ય પમાડે એવી એક વાત છે, અને તે છે રાજ્યની સૌથી ઊંચાઈ પર આવેલી સ્કૂલ. અહીંયા આવતા પ્રવાસીઓને વિવિધ સેવાઓ આપતા લોકોના બાળકોને શિક્ષણ મળી રહે એ માટે 864 મીટર ઊંચાઈ પર સ્કૂલ આવેલી છે.

પાવાગઢ પહાડ પર કુલ બે સરકારી શાળાઓ છે, જેમાં બાળકોને શિક્ષણ આપવા શિક્ષકો જોખમ ખેડીને અહીંયા ગુરુ ધર્મ નિભાવવા આવે છે. પાવાગઢ પહાડ પર કુલ બે શાળાઑ આવેલી છે.

(૧) “માંચી હવેલી પ્રાથમિક શાળા-માંચી” (ધોરણ 1 થી 6)

ગુજરાત: એવી શાળા કે જયાં પહોંચવા શિક્ષકો કરે છે રોપ-વેનો ઉપયોગ

માંચી હવેલી પ્રાથમિક શાળામાં ત્રણ ઓરડા છે, જેમાં ધારણ 1 થી 6 વર્ગના અભ્યાસક્રમ ચાલે છે. આ શાળા 1967માં એક ક્લાસ રૂમ સાથે સ્થપાઈ હતી, જેમાં તે સમયે 25 વિદ્યાર્થીઓ હતા. હાલ બંને શાળામાં, વણઝારા, સેવક, મદારી, જોશી અને નાયક સમુદાયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમના માતા-પિતા રોજગાર અને પૂજા હેતુ માટે પર્વત પર નિવાસ કરે છે. આ વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 6 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આગળ અભ્યાસ માટે ગામમાં સ્થિત ચાંપાનેર શાળામાં જતાં હોય છે. આ માટે એક બસ પણ છે, જે તેમને શાળામાં લઈ જાય છે.

(ર) “છાસીયા તળાવ પ્રાથમિક શાળા” (ધોરણ 1 થી 6)

ગુજરાત: એવી શાળા કે જયાં પહોંચવા શિક્ષકો કરે છે રોપ-વેનો ઉપયોગ

છાસીયા તળાવ પ્રાથમિક શાળામાં બે વર્ગ રૂમ છે. જેનો પ્રારંભ એક રૂમ સાથે વર્ષ 1994માં થયો હતો. આ સ્કૂલ ઊંચાઇમાં હોવાને કારણે વાદળોની ભીનાશ આવે છે. જેના લીધે અમુક વખતે શિયાળા દરમિયાન અમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. બંને શાળાઓમાં છોકરીઓ વધુ સંખ્યામાં અભ્યાસ કરે છે.

દરરોજ શિક્ષકો પોતાની શાળા સુધી પહોંચવા માટે રોપ-વે માર્ગ સુધી 10.15 વાગે માંચીએ પહોંચી જાય છે અને રોપ-વેમાં પ્રવાસ ખેડી ઊંચાઈ પર સ્કૂલે પહોંચી બાળકોને ભણાવે છે. રોપ-વેમાં અપડાઉન કરતાં શિક્ષકોને ખાસ રીતે ફ્રીમાં મુસાફરી કરવા દેવામાં આવે છે, જેમાં તેમણે માત્ર GST ચાર્જ જ ચૂકવવો પડે છે.