ગુજરાતઃ આજે અમદાવાદના કયા કયા 18 રસ્તા બંધ રહેવાના છે?

અટલ સમાચાર, ડેસ્ક પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી એટલે આજે ‘નમસ્તે કાર્યક્રમ’ માટે અમદાવાદ આવી રહ્યાં છે. જે પહેલા ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી 22 કિમીનો રોડ શો પણ કરશે. આને પગલે પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ ટ્રાફિક માટે ત્રીજું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં નવા 9 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. એટલે
 
ગુજરાતઃ આજે અમદાવાદના કયા કયા 18 રસ્તા બંધ રહેવાના છે?

અટલ સમાચાર, ડેસ્ક

પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી એટલે આજે ‘નમસ્તે કાર્યક્રમ’ માટે અમદાવાદ આવી રહ્યાં છે. જે પહેલા ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી 22 કિમીનો રોડ શો પણ કરશે. આને પગલે પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ ટ્રાફિક માટે ત્રીજું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં નવા 9 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. એટલે શહેરનાં કુલ 18 રસ્તા બંધ રહેશે.

1. એરપોર્ટ સર્કલથી કેમ્પ રોડ શાહીબાગથી શાહીબાગ ડફનાળાથી રિવરફ્રન્ટ થઈ પિકનિક હાઉસથી શિલાલેખ ચાર રસ્તાથી સુભાષબ્રિજ સર્કલથી ગાંધી આશ્રમથી વાડજ સ્મશાન ગૃહ કટ સુધીનો માર્ગ, સરદાર પટેલ સ્મારકથી શાહીબાગ ડફનાળાથી સીધા એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે. જેથી શહેરીજનો માટેનો વૈકલ્પિક માર્ગ – શાહીબાગ સરદાર પટેલ સ્મારકથી સિવિલ હોસ્પિટલ તરફ, ઘેવર સર્કલ તરફ, નમસ્તે સર્કલ તરફ અવર જવર કરી શકશે.

2. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનથી રિવરફ્રન્ટ રોડથી સીધા ડફનાળા સુધીનો માર્ગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જેથી શહેરીજનો માટેનો વૈકલ્પિક માર્ગ – રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન પાસેથી માધવપુરા થઈ દધિચી બ્રિજ તરફ અવર જવર કરી શકાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

3. પ્રબોધરાવળ સર્કલથી સુભાષ બ્રિજ સર્કલથી સુભાષબ્રિજ થઈ શિલાલેખ ચાર રસ્તા સુધીનો માર્ગ અને શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલય કટથી અન્ડરબ્રિજ સર્કલથી શિલાલેખ ચાર રસ્તા સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે. જેથી શહેરીજનો માટેનો વૈકલ્પિક માર્ગ – પ્રબોધ રાવળ સર્કલથી અખબાર નગર સર્કલથી દધિચી બ્રિજ તથા શાહીબાગ અન્ડર બ્રિજ તરફથી કેન્દ્રીય વિદ્યાલય કટથી દધિચી બ્રિજ તરફનો વૈકલ્પિક માર્ગ આપ્યો છે.

4. વાડજ સર્કલથી ગાંધી આશ્રમ થઈ સુભાષબ્રિજ સર્કલ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે. જેથી શહેરીજનો માટેનો વૈકલ્પિક માર્ગ – વાડજ સર્કલથી અખબારનગર સર્કલથી પ્રબોધરાવળ સર્કલ તરફ તથા અખબારનગરથી નિર્ણયનગર અન્ડરબ્રિજથી ચાંદલોડીયા બ્રિજથી ગોતા બ્રિજ તરફ અવર જવર કરી શકાશે

5. ટોરેન્ટ પાવર હાઉસ સર્કલથી કેશવનગરથી સુભાષબ્રિજ સર્કલ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે. જેથી શહેરીજનો માટેનો વૈકલ્પિક માર્ગ – ટોરેન્ટ પાવર હાઉસ સર્કલથી સાબરમતી ધર્મનગર તરફ અવર જવર કરી શકાશે.

6. રાણીપ પોલીસ લાઈનથી સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી સુભાષબ્રિજ સર્કલ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે. જેથી શહેરીજનો માટેનો વૈકલ્પિક માર્ગ – રાપણી પોલીસ લાઈનથી રાણીપ ગામ તરફ તથા રાણીપ ત્રણ રસ્તા તરફ અવર જવર કરી શકાશે.

7. રિવરફ્રન્ટ વેસ્ટ ઉસ્માનપુરા ત્રણ રસ્તાથી વાડજ સ્મશાન ગૃહ કટ સુધીનો માર્ગ બંધ રહેશે. જેથી શહેરીજનો માટેનો વૈકલ્પિક માર્ગ – રિવરફ્રન્ટ વેસ્ટ ઉસ્માનપુરા ત્રણ રસ્તાથી ઉસ્માનપુરા ચાર રસ્તા તરફ અવર જવર કરી શકાશે.

8. જનપથ ત્રણ રસ્તાથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડન્સી ત્રણ રસ્તા થઈ મોટેરા ત્રણ રસ્તા સુધીનો માર્ગ, ન્યૂ સી.જી.રોડ સર્કલથી સંગાથ મોલથી મોટેરા સ્ટેડિયમ તરફનો માર્ગ, કોટેશ્વર ત્રણ રસ્તાથી સોમનાથ ફાર્મ થઈ કૃપા રેસિડન્સી સુધીનો માર્ગ, દેવર્ષ ફ્લેટ ત્રણ રસ્તાથી શરણ સ્ટેશન થઈ આસારામ આશ્રમ ચાર રસ્તાથી ક્લબ હાઉસ સુધીનો માર્ગ અને એસ.પી.રિંગ રોડ ઉપરના એપોલો સર્કલથી ભાટ કોટેશ્વર ચાર રસ્તા સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે. જેના વિકલ્પરૂપે એપોલો સર્કલ થઈ તપોવન સર્કલથી વિસત ત્રણ રસ્તાથી ONGC ચાર રસ્તાથી જનપથ ત્રણ રસ્તા સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે. મોટેરા ત્રણ રસ્તાથી થઈ રિંગ રોડ ઉપર તરફ અવર-જવર કરી શકાશે.

9. નોબલ ત્રણ રસ્તાથી ઈન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ અને શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ પણ પ્રતિબંધિત જાહેર કર્યો છે. જેથી શહેરીજનો માટેનો વૈકલ્પિક માર્ગ – નોબલ નગર ત્રણ રસ્તાથી નાના ચિલોડા રિંગ રોડ તરફ તથા ગેલેક્સ અન્ડર બ્રિજ તરફ અને નરોડા પાટીયા તરફ અવર જવર કરી શકાશે. તેમજ શાહીબાગ ડફનાળાથી ઘેવર સર્કલ તરફ તથા શાહીબાગ અન્ડરબ્રિજ તરફ અવર જવર કરી શકાશે.

10. પાવર હાઉસ સર્કલથી જનપથ ત્રણ રસ્તાથી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ અને પાવર હાઉસ સર્કલથી જનપથ ત્રણ રસ્તાથી વિસત સર્કલથી તપોવન સુધીનો માર્ગ બંધ રાખવામાં આવશે. જેથી શહેરીજનો માટેનો વૈકલ્પિક માર્ગ – પાવર સર્કલ ધર્મનગર થઈ ONGC રોડ થઈ અંદરના માર્ગો પર અવર જવર કરી શકાશે. તેમજ ચિમનભાઈ બ્રિજ થઈ પ્રબોધ રાવળ સર્કલ થઈ રાણીપ ત્રણ રસ્તા થઈને બલોલ નગર થઈ GST ઓવરબ્રિજ થઈ જગતપુરા થઈ એસ.જી.હાઈવે તરફ અવર જવર કરી શકાશે. આ ઉપરાંત ચિમનભાઈ બ્રિજ થઈ પ્રબોધ રાવળ સર્કલ થઈ રાણીપ ત્રણ રસ્તા થઈ અખબાર નગર સર્કલ થઈ રાણીપ ત્રણ રસ્તા થઈને ગોતા બ્રિજ નીચેના ભાગેથી એસ.જી.હાઈવે તરફ અવર જવર કરી શકાશે.