ગુજરાતઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હવે આટલી જ ટિકીટ બુક કરાશે, જાણો કેમ

અટલ સમાચાર, ડેસ્ક વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગણાતી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે સતત પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લીધે કાળાબજારીઓને મોકળો માર્ગ મળી ગયો છે. થોડા સમય અગાઉ ટિકિટો બ્લેકમાં વેચાતી હોવાની બુમો ઉઠવા પામી હતી અને જેને લઇને કેવડિયા પોલિસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડુપ્લીકેટ ટિકિટ મુદ્દે ફરિયાદ પણ દાખલ
 
ગુજરાતઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હવે આટલી જ ટિકીટ બુક કરાશે, જાણો કેમ

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગણાતી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે સતત પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લીધે કાળાબજારીઓને મોકળો માર્ગ મળી ગયો છે. થોડા સમય અગાઉ ટિકિટો બ્લેકમાં વેચાતી હોવાની બુમો ઉઠવા પામી હતી અને જેને લઇને કેવડિયા પોલિસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડુપ્લીકેટ ટિકિટ મુદ્દે ફરિયાદ પણ દાખલ કરી હતી. ત્યારે તંત્ર દ્વારા આ પ્રકારની પ્રવૃતિને અટકાવવા માટે પગલાં ભર્યા છે.

મળતી માહિતી મુજબ ટિકિટનું કાળા બજાર થતાં હોવાની શંકાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકો દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રહે અને પ્રવાસીઓને વ્યુઇંગ ગેલેરી જોવામાં કોઈ અગવડ ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઈન કે ઓફ લાઇન ફક્ત 6 ટિકિટો જ બુક કરી શકશે અને એનાથી વધુ ટિકિટ બુક કરાવવા જશે તો એ બુક નહિ થાય એવો નિર્ણય લેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી જોવા માટે ઓન લાઈન ટિકિટ બુક થઈ જતી હતી, કાળા બજારીઓ અને ટુર ઓપરેટરો ઓનલાઇન 15 થી 17 ટિકિટો બુક કરતા હતા. જેથી રજાના દિવસોમાં તો વ્યુઇંગ ગેલેરી જોવા માટે ગયેલા પ્રવાસીઓને ટિકીટ ન મળતાં પાછા ફરવાનો પણ વારો આવતો હતો. જેથી આ ટિકિટનું કાળા બજાર થતાં હોવાની શંકાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રહે અને પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવામાં કોઈ અગવડ ન પડે તે માટે હવે એક વ્યક્તિ ઓનલાઈન કે ઓફ લાઇન ફક્ત 6 ટિકિટો જ બુક કરી શકશે અને એનાથી વધુ ટિકિટ બુક કરાવવા જશે તો એ બુક નહિ થાય એવો નિર્ણય લેવાયો છે.