મહીસાગર: પ્રાથમિક શાળામાં છતના પોપડા પડતા 4 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત, તમામને હોસ્પિટલે ખસેડાયા

. પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં વય નિવૃત્તિ સન્માન સમારંભ સમયે આ દુર્ઘટના બની છે. વર્ષ 2015-16થી 4 વર્ગખંડને ડિસમેન્ટલ જાહેર કરવામાં આવ્યા છે.
 
વવ

અટલ સમાચાર, ડેસ્ક

સંતરામપુર પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં એક દુર્ઘટના સામે આવી છે. જ્યાં શાળાની છતના પોપડા પડતા ચાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે સંતરામપુર શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં વય નિવૃત્તિ સન્માન સમારંભ સમયે આ દુર્ઘટના બની છે. વર્ષ 2015-16થી 4 વર્ગખંડને ડિસમેન્ટલ જાહેર કરવામાં આવ્યા છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

છતાં વર્ગખડને તોડવામાં ન આવ્યા. નોંધનાય છે કે, ગુજરાતની શાળાઓને લઈને છેલ્લા ઘણા સમયથી રાજનીતિ થઈ રહી છે ત્યારે હવે આ ઘટના બનતા વધુ વિવાદ સામે આવે તો નવાઈ નહીં. દિલ્હીના ઉપમુખ્ય મંત્રી અને શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ પણ ગુજરાતની શાળાઓ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા.