પ્રવાસઃ માતાને મળવા આવશે PM મોદી, હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન
Pm-Modi-

અટલ સમાચાર, ડેસ્ક


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થશે. આ દરમિયાન જ PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 અને 18 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળી શકે છે. હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવશે. તેઓ 18 જૂને ગુજરાતના પાવાગઢ ખાતે મા કાલી મંદિરનો જીર્ણોદ્ધાર અને ધ્વજારોહણ પણ કરશે. તેઓ વડોદરામાં પણ સભાને સંબોધન કરવાના છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે 11 માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશીર્વાદ લઈ માતાના ખબરઅંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.

PM નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 8 વર્ષ પૂરાં કર્યા હતા. આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓ શિમલા ગયા હતા, જ્યાં એક રોડ શોમાં પણ સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે એક યુવતીના હાથમાં પોતાની માતા હીરાબાનું પેઇન્ટિંગ જોયું. લોકોના આશ્ચર્ય વચ્ચે તેમણે આ પેઇન્ટિંગ જોવા પોતાનો કાફલો અટકાવ્યો અને યુવતી પાસે પહોંચી ગયા. PM મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો હતો.