ખાતમુહૂર્ત@અમદાવાદ: PMના બર્થડે પર CMની ભેટ: 50 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
CM 0

અટલ સમાચાર, ડેસ્ક 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. તદુપરાંત 'વિશ્વાસથી વિકાસયાત્રા' અંતર્ગત સ્વસહાય જૂથોને ચેક વિતરણ પણ કરવામાં આવ્યા. આ સિવાય વસ્ત્રાલમાં કોર્પોરેશનના ઓડિટોરિયમનું લોકાર્પણ કરાયું તેમજ થલતેજ વોર્ડમાં રૂ. 7 કરોડના ખર્ચે કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પણ ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

PM મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે AMC દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે, 'PM મોદી દેશ અને દુનિયાના લોકપ્રિય નેતા છે. PM મોદીને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. પીએમ મોદીએ સેવા યજ્ઞની શરૂઆત કરી છે. PM મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આજે તેજ ગતિએ ચાલી રહી છે. આજે મનપા 1.75 લાખ વૃક્ષો વાવશે.'આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72માં જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન - મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અભિયાન આયોજિત કરવા બદલ સૌ આગેવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, 'આટલું મોટું આયોજન રક્તદાન માટે સૌપ્રથમવાર થઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ સેવાના કાર્યોને જ પ્રાથમિકતા આપતા આવ્યા છે.