અમદાવાદઃ સફાઇ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પ્રદુષિત પાણી અને લીલી વેલથી સાબરમતી નદી દુષિત બની
file photo
સાબરમતી નદીમાં ઇન્દિરા બ્રિજ નજીક લીલીવેલના કારણે ક્રિકેટ રમવા માટેનું મેદાન હોય તેવુ લાગતું હતું.પરંતુ ઇન્દિરા બ્રિજ નજીક લીલીવેલ એકઠી થઈ હતી.

અટલ સમાચાર, ડેસ્ક


ઇન્દિરા બ્રિજથી આંબેડકર બ્રિજ સુધી સાબરમતી નદીમાં લીલી વેલથી નદીનાં બેહાલ જોવા મળ્યા છે. પ્રદુષિત પાણી અને લીલી વેલથી સાબરમતી નદીની દુષિત બની છે. જો કે જમાલપુર બ્રિજથી આંબેકટર બ્રિજ સુધીમાં સી પ્લેન માટેનો રન વે બનાવવામાં આવ્યો છે.આ રન વેમાં પણ લીલી વેલ આવી ગઈ છે. સાબરમતી નદીની સફાય માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં સાબરમતી નદી આટલી પ્રદુષિત છે. ત્યારે સવાલ એ છે કે ક્યારે સાબરમતી નદીની સફાય કરવામાં આવશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

સાબરમતી નદીમાં ઇન્દિરા બ્રિજ નજીક લીલીવેલના કારણે ક્રિકેટ રમવા માટેનું મેદાન હોય તેવુ લાગતું હતું.પરંતુ ઇન્દિરા બ્રિજ નજીક લીલીવેલ એકઠી થઈ હતી.ત્યાંથી ધીમે ધીમે સાબરમતી નદીમાં વેર વિખેર થઈ ગઈ છે.ઇન્દિરા બ્રિજથી આંબેકટર બ્રિજ સુધી લીલી વેલ જોવા મળી રહી છે.મુત માછલીઓ જોવા મળી છે.જો રિવરફ્રન્ટ પર કોઈ કાર્યક્રમનું આયોજન થાત તો તાત્કાલિક સફાઈ થઈ જાત પરંતુ અત્યારે તંત્ર ઊંઘમાં છે.

સાબરમતી રીવરફ્રન્ટથી  સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી પ્લેન શરૂ કરવામાં આવ્યું હતું 31 ઓક્ટોબરના સી પ્લેન સેવા કરી તેને એક વર્ષ પૂર્ણ થયું છે.જો કે સી પ્લેન સેવા ગણિયા ગાંઠિયા દિવસ ચાલી છે.સી પ્લેન માટે વોટર એરોડ્રામ અને સાબરમતી નદીમાં રન વે બનાવવામાં આવ્યો હતો.જમાલપુર બ્રિજ થી આંબેકટર બ્રિજ સુધી સાબરમતી નદીમાં બોયા મૂકી ને રન વે તૈયાર કરાયો હયો.પણ આ દ્રશ્યમાં જોઈ લો રન વેની કેવી હાલત છે.રન વે અને આજુબાજુ લીલીવેલનું સામ્રાજ્ય છે. સાબરમતી રીવરફ્રન્ટ અમદાવાદની શાન છે.રીવરફ્રન્ટ શહેરની સુંદરતામાં વધારો કરે છે..રીવરફ્રન્ટને જોવા માટે બહારથી સહેલાણીઓ આવે છે.પરંતુ શુ આ પ્રદુષિત સાબરમતી નદીને જોવા આવશે.આ સાબરમતી નદીની હાલત જોતા લાગે સફાઈ માટે ખર્ચ કરવામાં આવે છે