હવામાન@ગુજરાત: ચોમાસા પર અલનીનોની અસરને લઈ અંબાલાલે કરી મોટી આગાહી

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

ચોમાસાને લઈ ભારતીય હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવ્યુ હતુ કે, દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનુ છે. તેમજ કેરળમાં ચોમાસુ 4 જુનના બેસવાનું પૂર્વાનુમાન કર્યુ છે. અથવા 4 દિવસ આગળ અથવા 4 દિવસ પાછળ ચોમાસું બેસવાનું અનુમાન છે. જોકે કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ ગુજરાત તરફ આગળ વધતું હોય છે. કેરળમાં ચોમાસાના આગમન બાદ 15 દિવસે ગુજરાતમાં પહોચતું હોય છે. પરંતુ ચોમાસા પર અલનિનોની અસર થવાની શક્યતા છે. જોકે અલનીનોની અસર ક્યા પરિબળો હોય ત્યારે થાય છે તે પણ જાણીએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અલ નીનો અંગે શું જણાવ્યું તે પણ જોઇએ.

અલ નીનો પૂર્વ અને મધ્ય પ્રશાંત મહાસાગરના ઇક્વેટર વિસ્તારમાં એક કુદરતી ઉદ્ભવતી હવામાનના ફેરફારની પ્રક્રિયા છે. જેમાં પૂર્વ અને મધ્ય પ્રશાંત સમુદ્રની સપાટીના તાપમાનમાં અસાધારણ વધારો થાય છે, જેની 6થી 18 મહિના સુધી અસર રહે છે. પ્રશાંત મહાસાગર ઇક્વેટર પૃથ્વીના અડધા ગોળાર્ધ ઉપર દક્ષિણ અમેરિકા 80 Wથી ઇન્ડોનેસિયા 120 E સુધી ફેલાયેલ છે. પ્રશાંત મહાસાગર બહુ વિશાળ છે અને તે ત્રણ ભાગમાં વેચાયેલ છે. જેમ કે પશ્ચિમ , મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગર.

પશ્ચિમ પ્રશાંતમાં દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય રીતે હૂંફાળું 29 Cથી 30 C હોઈ છે. તેની સામે પૂર્વ પ્રશાંતના દરિયાની સપાટીનું તાપમાન 22 C થી 26 C અલગ અલગ સિઝન પ્રમાણે હોઈ છે. જેના પરથી એલ નીનોની ભારતના ચોમાસા પર કેવી અસર રહેશે તે નક્કી થાય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, અલ નીનો એટલે કે પેસેફિક મહાસાગર પૂર્વ કિનારે જળ વાયુ ગરમ થાય તેને અલ નીનો કહેવામાં આવે છે. અલ નીનોમાં ઉતર ઓસ્ટેલિયમાં હવાનું દબાણ ભારે હોય છે. પૂર્વ પેસેફિક મહાસાગરમાં હવાનું દબાણ હલકું હોય છે.

ઓસ્ટ્રેલિયાની હવા પૂર્વ પેસેફિક મહાસાગર જાય છે. જેની અસર ભારત પર થાય છે. કારણ કે, આપણું હવામાન નથી પરંતુ વૈશ્વિક હવામાનની આપણા પર અસર થાય છે. અલનીનો વર્ષમાં વરસાદ ઓછો થતો હોય છે. પંરતુ એવું માની શકાય નહી. કારણ કે, દક્ષિણ હિંદ મહાસાગર પશ્ચિમ પૂર્વનો હવામાન સાનુકુળ રહે તો અસર થતી નથી. એટલે દક્ષિણ હિંદ મહાસાગરમાં હવામાન સાનુકુળ રહેવાની શક્યતા છે. અત્યારે જોવા જોઇએ તો વરસાદની સાયકલ સારી રહેશે છે. છેલ્લા કેટલાક વર્ષ લાલા નીનોના હતા એટલે વરસાદ સારો થયો હતો.

દક્ષિણ હિંદ મહાસાગરમાં હવામાન સાનુકુળ રહેશે તો શ્રીકાર વરસાદ થતો પણ હોય છે. ચોમાસું નબળુ આવે અથવા બરાબર આવે નહી તેનું આંકલન અત્યારથી થઇ શકે નહી. દક્ષિણ હિંદ મહાસાગરની સ્થિતિ કેવી છે. તેના પર નજર રાખવી હિતાવહ રહે. તેમજ અત્યારે તો ચોમાસાના ચિન્હો બરોબર જણાય આવે છે. અને શરુઆતમાં ચોમાસું નિયમિત આવવાની શક્યતા રહેશે. પરંતુ વચ્ચે ચોમાસું ખેંચાય અને પાછળનો વરસાદ સારો રહેશે.