ગુજરાતઃ કોરોનાના કેસમાં ધરખમ વધારો, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા, 16 દર્દીઓએ મ્હાત આપી
file photo
રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાત ભરમાં કોરોના વાયરસના નવા 54 કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યભરમાં કોરોના વાયરસના નવા 54 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે 28 કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસ 291 થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાત ભરમાં કોરોના વાયરસના નવા 54 કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા જેટલો થયો છે.

રાજ્યમાં અત્યારની કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં કુલ 291 કોરોના દર્દીઓ છે. જેમાં 8 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 283 દર્દીઓ સ્ટેબલ છે. અને અત્યાર સુધીમાં 816687 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે જ્યારે 10090 દર્દીઓના મોત નીપજ્યા છે. રસીકરણની વાત કરીએ તો મંગળવાર સાંજના પાંચ વાગ્યાથી બુધવારે સાંજના ચાર વાગ્યા સુધી રાજ્યભરમાં કુલ 4,25,721 લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 7,57,33,872 કોરોના ડોઝ આપવામાં આવ્યા છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

રાજ્યમાં વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 28 કેસ, સુરત કોર્પેરશનમાં 4 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 4 કેસ, સુરતમાં 3, વડોદરામાં 3, કચ્છમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2 કેસ, વલસાડમાં 2 કેસ, ભરૂચમાં 1 કેસ, જામનગરમાં 1 કેસ, જુનાગઢ કોર્પોરેશન 1 કેસ, નવસારીમાં 1, રાજકોટમાં 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે. આ સિવાયના જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં એકપણ કોરોના કેસ નોંધાયો નથી. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદમાં કુલ 28 કેસ નવા નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 માઈક્રો કન્ટેઈમેન્ટ વિસ્તારમાં અમલમાં છે. જ્યારે કોરોના કેસોને ધ્યાનમાં રાખીને નવા બે વિસ્તારને માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કરમાન્યા ફ્લેટ આંબાવાડી, અને તુલીપ સીટાલેટ નવરંગપુરાને માઇક્રો કન્ટેઈમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.