ખળભળાટ@વડનગર: સોનામાં રોકાણની લાલચ આપી 2 કરોડથી વધુની ઠગાઇ કરી, ડીસાના 2 આરોપી સામે ફરિયાદ
vadnagar fir
34 વ્યક્તિઓ પાસેથી કુલ 2,11,50,000 રોકાણ તરીકે લીધા હતા. આ 34 પૈકી એક જ વ્યક્તિએ 49 લાખ રોકાણ પેટે આપ્યા હોવાનું સામે આવ્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર

વડનગર શહેરમાં કેટલાક સમય અગાઉ 2 વ્યક્તિઓએ ઓફિસ ખોલી સોનામાં રોકાણની સ્કીમ રજૂ કરી હતી. જેમાં વડનગર સહિત દૂર દૂરના અનેક રોકાણકારોએ ચેહર એન્ટરપ્રાઇઝના સંપર્કમાં આવ્યા હતા. આ ચેહર એન્ટરપ્રાઇઝના 2 ઈસમોએ તબક્કાવાર લાખો કરોડોનું રોકાણ મેળવી સામે વ્યાજ કે નફા પેટે રકમ આપતા હતા. થોડા સમય બધુ બરાબર ચાલ્યા બાદ અચાનક રોકાણ સામે નફાની રકમ આપવાની બંધ કરી હતી. આથી વડનગરના અબ્બાસભાઇ નામના વેપારીએ ચેહર એન્ટરપ્રાઇઝની વિગતો મેળવતાં ચોંકી ગયા હતા. આ ચેહર એન્ટરપ્રાઇઝના 2 સોની ઇસમોએ 34 રોકાણકારો સાથે અધધધ.... 2 કરોડથી વધુ રકમની ઠગાઇ કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. જેમાં છેક વડોદરા પંથકના રોકાણકારો પણ છેતરાયા હોવાનું નામજોગ લીસ્ટ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. 

vadnagar fir p2


મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં અગાઉ ચેહર એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ખુલી હતી. મૂળ ડીસાના સોની જીતેન્દ્ર સત્યનારાયણ અને સોની અનિલ સત્યનારાયણ નામના બે ભાઇઓએ આ ચેહર એન્ટરપ્રાઇઝ ખોલી સોનામાં રોકાણની સ્કીમ મૂકી હતી. સ્થાનિક રોકાણકારો સમક્ષ લોભામણી સ્કીમ મૂકી ટૂંકા ગાળામાં મોટો ધંધો કરવા જતાં મોટો ઘટસ્ફોટ થઈ ગયો છે. વડનગરના અબ્બાસભાઇ નામના રોકાણકારે આ બંને ભાઇઓ વિરુદ્ધ અપાઉ અરજી આપી જેના આધારે દાખલ થયેલી ફરિયાદમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

જેમાં આ બંને સોનીભાઇઓએ વડોદરા, મહેસાણા, ખેરાલુ, માણસા, સાણંદ, વિસનગર, વિજાપુર, અંકલેશ્વર અને ભિલોડા સહિતના વિસ્તારોમાંથી કરોડોનું રોકાણ મેળવ્યું હતું. જેની સામે વળતર નહિ મળતાં ચેહર એન્ટરપ્રાઇઝમા રોકાણકારોએ પૂછપરછ શરૂ કરી હતી. જોકે રકમ નહિ મળતાં વડનગરના અબ્બાસભાઇ નામના વેપારીએ ચેહર એન્ટરપ્રાઇઝના સંચાલક બંને ભાઈઓ વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. 

vadnagar fir p2


સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદ મુજબ બંને સોનીભાઇઓએ કુલ 34 વ્યક્તિઓ પાસેથી કુલ 2,11,50,000 રોકાણ તરીકે લીધા હતા. આ 34 પૈકી એક જ વ્યક્તિએ 49 લાખ રોકાણ પેટે આપ્યા હોવાનું સામે આવ્યું છે. વડનગર જેવા નાના શહેરમાં ઓફિસ ખોલી છેક વડોદરા જેવા મહાનગરના રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ એ ઘટના પણ ચોંકાવનારી બની છે. ફરિયાદને પગલે વડનગર પોલીસે આરોપી બંને ઈસમો વિરુદ્ધ આઇપીસી 406, 420 ,114 હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

vadnagar fir p2